ETV Bharat / state

કોવિડ હોસ્પિટલમાં આયુર્વેદિક હર્બલ ટી પાંચ મિનિટ મોડી થાય તો દર્દીઓ પાડી રહ્યા છે બૂમો

કોરોના રોગ સામે આયુર્વેદિક દવાઓ કેટલીક હદ સુધી કારગર સાબિત થતી હોવાથી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને 30મી એપ્રિલથી સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ સહિતના મિશ્રવાળી હર્બલ ટી આપવામાં આવી રહી છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : May 8, 2020, 12:14 PM IST

અમદાવાદઃ દર્દીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેના માટે આયુષ મંત્રાલય દ્વારા નક્કી કરાયેલો ઉકાળો અને હર્બલ ટી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં COVID-19ની હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ 1200 બેડની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને નોવેલ કોરોના વાઇરસની સારવાર આપવામાં આવી રહી છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે હર્બલ ચાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Ahmedabad News
Covid હોસ્પિટલમાં આયુર્વેદિક હર્બલ ટી પાંચ મિનિટ મોડી થાય તો દર્દીઓ બુમો પાડે છે

કોવિડ હોસ્પિટલમાં આઈ. સી. એન. એટલે કે, ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ તરીકે ફરજ બજાવતા પુષ્પાબેન જણાવ્યુ હતું કે, 'અહીં રોજ સવારે છ કલાકે તમામ દર્દીઓને હર્બલ ટી આપવામાં આવે છે. ગળામાંનું ઇન્ફેકશન ઘટાડવાની સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આ હર્બલ ટી ખૂબ ઉપયોગી પૂરવાર થઇ છે. સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા-હર્બલ ટી આપવામાં પાંચ મિનિટ પણ મોડું થાય તો દર્દીઓ તરત માંગણી કરે છે કે, હર્બલ ટી આપો. તે જ પુરવાર કરે છે કે આ હર્બલ ટી ફાયદાકારક છે એવું તેઓ પણ માને છે...'

ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો (100 મિલી ચા માટે)તજ–1 ગ્રામ, મરી–3 નંગ, સૂંઠ–1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ–10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન–20 નંગ, દેશી ગોળ–5 ગ્રામ, લીંબુ–અડધી ચમચી.

આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીએ હર્બલ ટી વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે ' અમે જ્યારથી હર્બલ ટી પીવાનું શરૂ કર્યું છે, ત્યારથી શરીરમાં એક પ્રકારની નવી ચેતનાનો સંચાર થયો છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે અન્ય એલોપેથિક દવાઓની સાથે સાથે આ હર્બલ ટીના પ્રયોગથી અમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો છે. રાજ્યના અન્ય નાગરિકો પણ પોતાના ઘરે આ હર્બલ ટીનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.