ETV Bharat / state

અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં - પ્રિ-મોન્સૂન પ્લાન

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે ગુરુવારે મોડી રાતથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે આજે સવારે 9:00 થી જ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ahmedabad
અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
author img

By

Published : Aug 21, 2020, 11:42 AM IST

Updated : Aug 21, 2020, 1:23 PM IST

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. ત્યારે ગુરુવારે મોડી રાતથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે સવારે 9:00 થી જ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

અમદાવાદમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે 9 કલાકની આસપાસ પડેલા વરસાદના કારણે ઓફિસ સમય હોવાથી લોકોને અમદાવાદના અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. જ્યારે એક કલાકથી વધુ અતિભારે વરસાદ ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પડતા અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, વરસાદ આવે તે પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રિ-મોન્સૂન પ્લાન બનાવતી હોય છે અને શહેરમાં પાણી ન ભરાય તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. પરંતુ જે રીતે દર વર્ષે પ્રિ-મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે અને ત્યારબાદ વરસાદ આવીને પ્રિમોન્સૂન પ્લાન પર પાણી ફેરવી નાખે તેવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં ઉદ્ભવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રિ-મોન્સૂન પ્લાન પર જાહેર જનતાનો આક્રોશ જોવા મળ્યો હતો.

Last Updated : Aug 21, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.