ETV Bharat / state

અમદાવાદમાં અનારાધાર, મેઘરાજાએ શ્રાદ્ધ પક્ષમાં પાણી પાણી કર્યા - Ahmedabad Rain issue

મેઘરાજાએ પોતાના અંતિમ (Heavy rainfall Ahmedabad) તબક્કામાં પણ ગુજરાતમાં (Weather Alert Gujarat) ભુક્કા બોલાવી દીધા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે તાપમાન એકાએક નીચે ઊતરી ગયું છે. ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad Rainfall forecaste) સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં રવિવારથી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં અનારાધાર, મેઘરાજાએ શ્રાદ્ધ પક્ષમાં પાણી પાણી કર્યા

author img

By

Published : Sep 11, 2022, 7:23 PM IST

Updated : Sep 11, 2022, 7:37 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ પડતા (Heavy rainfall Ahmedabad) તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જ્યારે શહેરના મુખ્ય રસ્તાઓ જળમગ્ન બની ગયા હતા. રવિવારે સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તાઓ પર જાણે સાબરમતી નદી (Weather Alert Gujarat) વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. સાંજના સમયે દોઢ કલાકમાં વાસણા, પાલડીમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. શહેરના (Ahmedabad Rainfall forecaste) સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર જેવા મોટા વિસ્તારો તળાવ બની ગયા હતા.

અમદાવાદમાં અનારાધાર, મેઘરાજાએ શ્રાદ્ધ પક્ષમાં પાણી પાણી કર્યા

એક દિવસમાં અડધો ઈંચઃ અમદાવાદ શહેરમાં રવિવારે વરસાદી માહોલ સવારથી જોવા મળ્યો હતો. પણ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા આખું અમદાવાદ પાણી પાણી થઈ ગયું હતું. શહેરમાં સૌથી વધારે વરસાદ આશ્રમરોડ, વાસણા, એલીસબ્રીજ અને વેજલપુરમાં બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે જોધપુર અને સેટેલાઈટ વિસ્તારમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. ઘુમા, સરખેજ, એસજી હાઇવે, મણિનગર, બોપલ વિસ્તારમાં વરસાદ થયો છે. મકતમપુરા, જુહાપુરા, જમાલપુર, લાલદરવાજા, રખિયાલ, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદની આગાહીઃ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત પર ભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. તારીખ 13 સપ્ટેમ્બર સુધી મેઘાવી માહોલ જોવા મળી રહેશે. તારીખ 12 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપી, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડે એવી પૂરી શક્યતાઓ છે. અમદાવાદમાં રવિવારે પડેલા વરસાદમાં શહેરના રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સાંજનો સમય હોવા છતા પણ ડે લાઈટ જોવા મળી ન હતી.

Last Updated : Sep 11, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.