ETV Bharat / state

Illegal Slaughter Houses in Ahmedabad : ગેરકાયદે કતલખાના અને દુકાનો બંધ અંગેના સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા - સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર કતલખાના ચાલી રહ્યા છે તે મુદ્દે ગુરુવારે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કાર્યવાહીને લઇને સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા પડી હતી. આ સાથે જ આ રિપોર્ટ મામલે હાઇકોર્ટે સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને તપાસના આદેશ પણ આપ્યા છે.

Illegal Slaughter Houses in Ahmedabad : ગેરકાયદે કતલખાના અને દુકાનો બંધ અંગેના સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા

author img

By

Published : Feb 2, 2023, 3:14 PM IST

Updated : Feb 2, 2023, 3:45 PM IST

અમદાવાદ : ગેરકાયદેસર કતલખાના અને લાયસન્સ વિનાની દુકાનો બંધ કરવાની અમલવારીને લઈને સરકારે હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં સુરત એ બે જ દિવસમાં 500 જેટલી દુકાનો સીલ કરી એવું રિપોર્ટમાં રજૂ કરતા જ હાઇકોર્ટે આ રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી હતી. આ મામલે સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. તો બીજી બાજુ જૂનાગઢમાં એક પણ દુકાન પાસે લાઇસન્સ નહીં હોવા અંગેના રિપોર્ટને લઈને પણ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.

ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી : ગુજરાત રાજ્યમાં જે પણ ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે તે મુદ્દે આજે વધુ સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાઈ હતી. આજે હાઇકોર્ટમાં સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે આ રિપોર્ટને લઈને હાઇકોર્ટે શંકા વ્યક્ત કરી હતી અને નારાજગી પણ બતાવી હતી. આ સાથે જ આ રિપોર્ટ મામલે હાઇકોર્ટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીને તપાસના આદેશ પણ આપ્યા છે.

આ પણ વાંચો Mutton shop Shutoff in Gujarat: 4000થી વધારે મટનની દુકાનોને લાગશે તાળા

આરોગ્ય સાથે ચેડાં ન ચલાવી લેવાય :આ સમગ્ર મામલે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવા કોઈપણ પ્રકારની કાર્યવાહી ચલાવી નહીં લેવાય. જેનાથી લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. સિટીની અંદર તાત્કાલિક પગલા લેવાની રાજ્ય સરકારને જરૂર છે. આવા પ્રકારના બિનઆરોગ્યપ્રદ માસના વેચાણના કારણે ફૂડ પોઇઝનિંગના કેસ પણ બની શકે છે. ફૂડ પોઈઝનિંગ રાજ્યમાં ગમે તે જગ્યાએ બની શકે છે. આવી ઘટનાઓમાં પગલાઓ લઇને વધુ તકેદારીની જરૂર છે. ખાસ કરીને આવી બાબતો સામે આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર કેમ ધીમા પગલાં લઈ રહી છે? તેવા સવાલ પણ હાઇકોર્ટે કર્યા હતાં.

દુકાનદારો પણ હાઇકોર્ટમાં પહોંચ્યા : તો બીજી બાજુ લાયસન્સ વિનાની દુકાનો જે સીલ કરવામાં આવી રહી છે તેને લઈને દુકાનદારો પણ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓએ રજૂઆત કરી હતી કે, આવી રીતે દુકાનોને સીલ કરવામાં ન આવે. જો કે હાઈકોર્ટે આ મામલે ટકોર કરી હતી અને કહ્યું હતું કે યોગ્ય રીતે અરજી કરીને રજૂઆત કરશો તો કોર્ટ સાંભળશે.

આ પણ વાંચો Gujarat High Court Hearing : ગેરકાયદે કતલખાના પર હાઇકોર્ટનો આદેશ, લાયસન્સ વગરની મીટ શોપ બંધ કરો

સ્લોટર હાઉસ કમિટી પીસે રીપોર્ટ માગ્યો : હવે આ આખા મુદ્દાને લઈને હાઇકોર્ટ તમામ ડીસ્ટ્રીક સ્લોટર હાઉસ કમિટી છે તેમને પણ રિપોર્ટ કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર કતલખાના અને લાયસન્સ વિનાની દુકાનો અંગે તેઓ શું પગલાં લઈ રહ્યા છે? તેનો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.તમામ જિલ્લા સ્લોટર હાઉસ કમિટીઓ લીધેલા પગલાનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

સીલ કરવા આદેશ : મહત્વનું છે કે ગત સુનાવણીમાં જ હાઇકોર્ટે બિન આરોગ્યપ્રદ માસનું વેચાણ તેમજ જે પણ ગેરકાયદેસર રીતે કતલખાના ચાલી રહ્યા છે તેને લઈને સીલ કરવા માટે 36 કલાકમાં જ આદેશ કર્યો હતો. તેમ જ સરકાર કેમ પગલાં નથી લઈ રહી તેવી આકરી ટીકા પણ કરી હતી. હાઇકોર્ટના આ નિર્દેશ બાદ તરત જ રાજ્ય સરકાર દ્વારા એક્શનમાં આવી હતી અને તમામ રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર મીટ શોપને બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી.

એક્શન રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો :ખરાબ માંસ અને રેડમીટના વેચાણને લઈને પણ હાઇકોર્ટે કહ્યું હતું કે આવા પ્રકારના માસના વેચાણથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે તો ત્યારે રાજ્ય સરકાર લોકોના આરોગ્ય સાથે કેવી રીતે ચેડાં કરી શકે.? હવે 8 ફેબ્રુઆરીએ આ તમામ મામલે એક્શન રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.

Last Updated : Feb 2, 2023, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.