ETV Bharat / state

ગુજકેટનું પરિણામ જાહેર, હાલ વિદ્યાર્થીઓને નહી મળે માર્કશીટ - Higher Secondary Education

ગુજરાતમાં લેવાયેલી ગુજકેટની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે GSEB વેબસાઇટ પર પરિણામ મુકવામાં આવ્યું છે. જ્યારે માર્કશીટ માટેની તારીખ આગામી દિવસોમાં જાહેર કરવામા આવશે. રાજ્યમાં 1 લાખ 6 હજાર 161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Gujket's result was posted on the website by the education department
અમદાવાદ - ગુજકેટનું પરિણામ જાહેર, શિક્ષણવિભાગે વેબસાઈટ પર મૂક્યું પરિણામ
author img

By

Published : Sep 5, 2020, 12:58 PM IST

અમદાવાદ: તાજેતરમાં લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. GSEBની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે પરિણામ મૂકાઈ ગયું છે. ગુજરાતભરમાંથી 1 લાખ 6 હજાર 161 વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. ગુજકેટની પરીક્ષા એન્જિનિયરિંગ -ફાર્મસીમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ વર્ષે કોરોના કાળમાં 5 મહિના મોડી પરીક્ષા લેવાઈ હતી. સામાન્ય રીતે માર્ચ મહિનામાં જ ગુજકેટની પરીક્ષા લેવાઈ જતી હોય છે. જોકે હાલ વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ નહિ કરવામાં આવે. પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને માર્કશીટ પોસ્ટ કરી દેવાશે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષા અગાઉ 3 વાર મોકૂફ રહી હતી. જે આખરે તમામ તકેદારી સાથે યોજાઈ હતી. 24 થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા બની રહી હતી. જે માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહિ, પરંતુ શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકાર સાબિત થઈ હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ તેમજ 25થી 27 દરમિયાન ધોરણ 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.

રાજ્યના તમામ જિલ્લા મથકો પર આ પરીક્ષા કોવિડ 19ની ગાઇડલાઇન મુજબ શાંતિપુર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓ કરાઇ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની કોવિડ 19 ગાઇડલાઇનને અનુસરી આ પરીક્ષા રાજ્યના તમામ જિલ્લા મથકો પરથી લેવાઈ હતી. ગુજકેટ અને જેઈઈની પરીક્ષાના પરિણામમાં વિલંબના કારણે ACPC એ ડિગ્રી ઈજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની બેઠકો પરની પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 5 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. 5 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશનમાં સુધારો અથવા રજિસ્ટ્રેશન દરમિયાન જાતિ, નોન ક્રિમિલેયર, આવકનું પ્રમાણપત્ર ન રજૂ કર્યું હોય તેવા ઉમેદવારો જરૂરી પ્રમાણપત્ર સબમિટ કરી કેટેગરીમાં સુધારો કરાવવા સહિતના ફેરબદલ કરી શકશે. જરૂરી તમામ ડોક્યુમેન્ટસ 5મી સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં ઈ-મેલથી મોકલવાના રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.