ETV Bharat / state

ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે, ફેઝ-1નું ટેન્ડર જાહેર કરાયું - Airport Authority of India

ગુજરાતના ધોલેરામાં આંતરારાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનવાના ચક્રો ગતિમાન થઈ ગયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ફેઝ વન માટે રૂપિયા 987 કરોડના ટેન્ડર જાહેર કર્યા છે. આગામી દિવસોમાં ધોલેરાથી ઈન્ટરનેશનલ ફ્લાઈટો ઉડશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે, ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે

author img

By

Published : Feb 25, 2021, 10:37 PM IST

  • ધોલેરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનશે
  • ગુજરાતના તમામ એરપોર્ટનો ટ્રાફિક ઘટશે
  • ફેઝ 1 માટે રૂપિયા 987 કરોડનું ટેન્ડર જાહેર

અમદાવાદઃ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકના ફેઝ 1 માટે રૂપિયા 987 કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે, જે કેટેગરી 9 ના ફાયર-સ્ટેશન સાથે જોડાશે અને 3200 મીટર x 45 મીટર પહોળાઈવાળા રનવેનો સમાવેશ કરાયો છે. જે ટાઇપ 4E એરક્રાફ્ટ માટે યોગ્ય રહેશે. ધોલેરા એરપોર્ટ ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયન(DSIR)ની ઉત્તરે થશે અને અપેક્ષા કરવામાં આવી છે કે, તે ફક્ત ડીએસઆઈઆર અને તેના અંતરિયાળ વિસ્તારને જ નહીં, પરંતુ અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ટ્રાફિક ઓવરફ્લો પણ કરશે.

મેપ
મેપ

સૌરાષ્ટ્રમાં એક પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી

ગુજરાત રાજ્યમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઇમથકોનો સમાવેશ થાય છે, જેમાંથી અમદાવાદ ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ અને ભારતનુ સાતમું વ્યસ્ત એરપોર્ટ છે. સૌરાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક નથી અને તેની આસપાસના વિસ્તાર એવા ધોલેરામાં આંતરરાષ્ટ્રીય વિમાનમથક આવતાં અનેક રીતે ફાયદાકારક બનાવશે. આવનાર એરપોર્ટ એરોસ્પેસ, સંરક્ષણ અને ઉત્પાદન ઉદ્યોગો માટે ફાયદો થશે, જેઓ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી ધોલેરામાં રોકાણ કરવા અને ગુજરાતને પર્યટન અને પ્રવાસ ઉદ્યોગે વધુ પ્રોત્સાહન પૂરું પાડે તેવી આશા છે.

ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે
ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે

ધોલેરા એસઆઈઆરની લોજિસ્ટિક જરૂરિયાતને પહોંચી વળશે

મુખ્યપ્રધાન કચેરી(સીએમઓ)ના અધિક મુખ્ય સચિવ(એસીએસ) અને પ્રભારી એસીએસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના મનોજ દાસે જણાવ્યું હતું કે, સૂચિત ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પ્રોજેક્ટ આગામી ધોલેરા એસઆઈઆરની લોજિસ્ટિક જરૂરિયાતને પહોંચી વળશે, ઉપરાંત અમદાવાદ એરપોર્ટના ટ્રાફિકને હળવો કરશે. આનાથી સમગ્ર ક્ષેત્રમાં એરપોર્ટની આગેવાની હેઠળની આર્થિક વૃદ્ધિને વિશ્વવ્યાપી અન્ય એરોટ્રોપોલિસની અનુરૂપ ચાલશે. આગામી વર્ષોમાં આ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ગુજરાત રાજ્યના સમગ્ર એરોસ્પેસ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે મદદ કરશે.

ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટુ વિમાનમથક બનશે

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ(ડીઆઈસીડીએલ)ના મેનેજિંગ ડિરેક્ટર આઇએએસ હરીત શુક્લાએ જણાવ્યું હતું કે, અદ્યતન આંતરરાષ્ટ્રીય હવાઇમથકની સાથે ધોલેરામાં ગુજરાત રાજ્યનું સૌથી મોટુ વિમાનમથક બનશે અને આ વિકાસને સક્ષમ બનાવશે. એમઆરઓ, સંરક્ષણ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ થશે. સૂચિત વિમાનમથક નજીકના શહેરો જેવા વડોદરા, રાજકોટ, ભાવનગર, નડિયાદ અને આણંદથી વધતા જતા ટ્રાફિકને પણ નિયંત્રિત કરશે. શ્રેષ્ઠ સેવાઓ અને માળખાગત સુવિધાવાળા એરપોર્ટમાં આ ખરેખર શ્રેષ્ઠ રહેશે.

ગુજરાત સરકારે જમીન ફાળવી

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટ માટે 1427 હેક્ટર જમીનની ફાળવણી કરી છે અને 75 હેક્ટર જમીન સરકારને વેપારી વિકાસ માટે ફાળવવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા અન્ય તમામ સંબંધિત આનુષંગિક સેવાઓ વિજળી, પાણી, પૂર નિયંત્રણ અને રસ્તાઓને વિકસિત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.