અમદાવાદઃ ભારતીય પુરાતત્વ વિભાગના આદેશ અનુસાર કોરોના વાયરસને કારણે ગુજરાતની ઐતિહાસિક ઈમારતો અને મસ્જિદો 31 માર્ચ સુધી બંધ રાખવા કહ્યું છે. અમદાવાદમાં રાણી સિપ્રીની મસ્જિદ, જુમ્મા મસ્જિદ, સીદી સૈયદની જાળીવાળી મસ્જિદ, આસ્ટોડિયા દરવાજા પર આવેલી મસ્જિદની બહાર 31 માર્ચ સુધી બંધ રાખવા અગેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેનાથી નમાજ પઢવા આવેલા નમાઝીઓને હાલાકી થઈ રહી છે. એટલે મુસ્લિમ બિરાદરીના લોકોએ મસ્જિદ બંધ રાખવા અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
મસ્જિદમાં પાંચ ટાઈમની નમાઝ પઢવામાં આવે છે, ત્યારે મુસ્લીમભાઈ હાથ અને પગ ધોઈને વજુ કરે છે, જેથી કોરોના વાયરસ ફેલાવાની કોઈ વાતમાં તથ્ય નથી. કોંગ્રેસના સીનીયર નેતા બદરુદીન શેખે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, "સવારથી મસ્જિદો બંધ રાખવાથી મુસ્લીમભાઈને નમાજ પઢવા અંગે હાલાકી પડી છે. જેથી તાત્કાલિક આ નોટીસ પાછી ખેંચવી જોઈએ."