ETV Bharat / state

ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 2023ના ઓસ્કર માટે એન્ટ્રી - gujarati Arban Movie

ગુજરાતી ફિલ્મ 'ધ લાસ્ટ ફિલ્મ શો' 95માં (Gujarati movie Last film Show) એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર (Film Oscar Award) ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ છે. ગુજરાતી ફિલ્મ જગત આ એક અસાધારણ અને મોટી ઘટના માનવામાં આવે છે.

ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 2023ના ઓસ્કર માટે એન્ટ્રી

author img

By

Published : Sep 20, 2022, 9:16 PM IST

Updated : Sep 20, 2022, 9:22 PM IST

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ 'ધ લાસ્ટ ફિલ્મ શો' 95માં એકેડેમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં (Gujarati movie Last film Show) ભારતની સત્તાવાર એન્ટ્રી (Film Oscar Award) તરીકે સિલેક્ટ થઈ છે. અમદાવાદ પાન નલિન સમસારા, વેલી ઓફ ફ્લાવર્સ, એંગ્રી ઈન્ડિયન ગોડેસીસ અને આયુર્વેદઃ આર્ટ ઓફ બીઈંગ જેવી એવૉર્ડ વિજેતા અને વિઝ્યુઅલી સ્ટ્રાઈકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે જાણીતા છે.

ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 2023ના ઓસ્કર માટે એન્ટ્રી
ગુજરાતી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ 2023ના ઓસ્કર માટે એન્ટ્રી

ફિલ્મ વિશેઃ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) એ એક આત્મકથાત્મક નાટક છે, જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે. તે બાળપણની નિર્દોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે. આ ફિલ્મમાં ભાવિન રબારી, વિકાસ બાટા, રિચા મીના, ભાવેશ શ્રીમાલી, દિપેન રાવલ અને રાહુલ કોલી જેવા ઉમદા કલાકારો છે.

સ્ટોરી અંગેઃ આ વાર્તા ભારતમાં સિનેમાઘરોની પૃષ્ઠભૂમિ પર રચિત છે, જે સેલ્યુલોઇડથી ડિજિટલમાં મોટા પાયે સંક્રમણની સાક્ષી બની છે, જ્યાં ઢગલો સિંગલ-સ્ક્રીન સિનેમા જર્જરિત થયા અથવા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા. રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે ધ લાસ્ટ ફિલ્મ શોનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું. વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા.

મોટી સફળતાઃ સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. દિગ્દર્શક પાન નલિન કહે છે કે મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આવો દિવસ આવશે જે આટલી બધી ખુશીઓ લાવશે. છેલ્લો શો ફિલ્મને દુનિયાભરનો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ મારા હૃદયમાં એક વેદના હતી કે હું ભારત સુધી આ પ્રેમને આ આનંદને કઈ રીતે પહોચાડું? હવે હું ફરીથી શ્વાસ લઈ શકું છું અને સિનેમામાં વિશ્વાસ કરી શકું છું. જે મનોરંજન, પ્રેરણા અને જ્ઞાન આપે છે.

સિનેમાનો જાદુઃ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું હતું કે અમે રોમાંચિત છીએ કે અમારી ફિલ્મ, ધ લાસ્ટ ફિલ્મ શોને એકેડેમી એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મ માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં. જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મ સાથે આપણા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ દિવસે થિએટર્સમાંઃ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલ જીત્યા બાદ હવે ગુજરાતી ભાષાની આ કમિંગ ઓફ ઍજ ડ્રામા ફિલ્મ 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને ભારતના પસંદગીના સ્ક્રીન પર રિલીઝ થશે. સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયો અનુક્રમે યુ.એસ. અને યુરોપિયન બજારો માટે આંતરરાષ્ટ્રીય વિતરકો તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શોચીકુ સ્ટુડિયો જાપાની વિતરક તરીકે સેવા આપે છે, જ્યારે પ્રતિષ્ઠિત મેડુસા ઇટાલિયન સિનેમાઘરોમાં ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) લાવશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

Last Updated : Sep 20, 2022, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.