અમદાવાદઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. રવિવારથી અમદાવાદ શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જોકે, ગુરૂવાર સુધી વાતાવરણ ઠંડું રહેવાના એંધાણ છે. હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતામાં હવમાનમાં એક પલટો અનુભવાશે. તો કેટલાક સ્થળો પર વરસાદ થવાની પણ પૂરી શકયતાઓ છે.
જૂનાગઢમાં વરસાદની આગાહી : હવામાન વિભાગ દ્વારા આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તે મુજબ આજે બપોરના બે કલાકે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર ગઢડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. આલીદર ફરેડા સહિત આસપાસના અનેક ગામોમાં કરા સાથે કમોસમી વરસાદ પડતો જોવા મળ્યો હતો. પાછલા ત્રણ દસકા કરતા વધુ સમયથી આ સમય દરમિયાન કરા સાથેનો વરસાદ ગામ લોકોને પણ અચરજમાં નાખી રહ્યો છે. ત્યારે સતત બદલાતા વાતાવરણની વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને ગીર ગઢડા તાલુકાના લોકો ઉનાળાના સમયની વચ્ચે ચોમાસાનો અહેસાસ કરી રહ્યા છે. જે ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં જોવા મળતી પ્રતિકૂળ પરિસ્થિતીનો કયાશ આપી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પવનઃ મંગળવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન ફૂંકાશે. જ્યારે મંગળવારે અમદાવાદ શહેરમાં ભારે પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી છે.
24 કલાક ભારેઃ હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહી અનુસાર મંગળવારથી આગામી 24 કલાક ભારે હોવાનું જાણવા મળ્યું છે. ગરમી અને ઉકળાટ વચ્ચે જોરદાર પવન ફૂંકાયો હતો. 14 જિલ્લામાં નુકસાનીનો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના હવામાનમાં પલટો મંગળવારે જોવા મળ્યો હતો. બે વાગ્યા સુધીમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં એની અસર થઈ શકે છે. મહાનગરની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળ્યો હતો.
રાજકોટમાં ધૂળીયું હવામાનઃ રાજકોટ શહેરના બહુમાળી ચોક વિસ્તારથી લઈને યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, કાલાવડ રોડ, રૈયા ચોકડી, માધાપર ચોકડી સહિતના વિસ્તારમાં ધૂળની રીતસર ડમરી ઊડી હતી. જ્યારે હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતા સતત દોડતા વાહનોમાં એક પ્રકારની મોટી બ્રેક લાગી હતી. સતત પવનને કારણે ધૂળ ઊડી હતી. જેના કારણે વાહનચાલકો પણ મુશ્કેલી વેઠી રહ્યા હતા. અસહ્ય બફારા વચ્ચે ભારે પવન ફૂંકાતા અનેક વૃક્ષો જોખમી રીતે જોવા મળ્યા હતા.
સાંબરકાંઠામાં અસરઃ જિલ્લાના હિંમતનગર ઈડર તાલુકા ના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી વરચે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડી હતી. ગરમી વરચે ઠંડક નો અહેસાસ થયો હતો. પણ આ વાતાવરણ ખેડૂતો માટે ચિંતા વધારનારૂ રહ્યું પુરવાર થઈ રહ્યું છે.
વિધાનસભાના ગુંબજને અસરઃ ગાંધીનગરમાં પણ સતત અને સખત પવનને કારણે વિધાનસભાનું ગુંબજ હલવા લાગ્યું હતું. થોડા સમય માટે તો એ જોખમી પુરવાર થયું હોય એવું લાગતું હતું. ભારે પવન ના કારણે વિધાનસભાના ગુંજબ નું પતરૂ ઉડ્યું હતું. ગુંજન પર થી પતરૂ ઉડીને સાઈડ માં પડ્યું. જ્યારે નવી વિધાનસભા શરૂ થઈ હતી ત્યારે પણ પિલર પરથી નીચે પથ્થર પડ્યો હતો.