ETV Bharat / state

Gujarat Weather Update: હજુ આજે પણ આ વરસી શકે છે વરસાદ, જાણો ક્યાં ક્યાં મેઘરાજા થયા મહેરબાન - rain in south gujarat rain in gujarat

હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય ઝાપટા પડ્યા હતા. ભાદરવા માસની શરુઆત સાથે રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદી રાઉન્ડ શરુ થયા હતા.

gujarat-weather-update-rain-in-south-gujarat-rain-in-gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 11:04 AM IST

Updated : Sep 24, 2023, 12:47 PM IST

અમદાવાદ: હવામાન વિભાગે કરેલી આગાહી હજુ યથાવત છે. આગાહીના પગલે રાજ્યના લગભગ 85 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ સુરેન્દ્રનગરના ચુડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ બોટાદ, ગોંડલ, ચીખલીમાં પણ 2-2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજાની સવારી પહોંચે તેવી સંભાવના છે.

વરસાદ 100 ટકાની વધુ: ચોમાસાના અંતિમ તબક્કામાં સરેરાશ આંકડો 100% પાર કરી ગયો છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે પાણીની આવક વધતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. કેટલાક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સાથે રાજ્યના તમામ ડેમો ઓવરફ્લોની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જોકે હવે ચોમાસુ પૂર્ણતાના આરે છે. ત્યારે હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાથી છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થશે કે પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે.

ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારમાં વરસાદ: જોકે ગુરુવારે હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી મુજબ આવનારા દિવસોમાં રાજ્યના કચ્છ અને દ્વારકા જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. ડો. મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યુ છે કે, હાલ ભારે વરસાદ આવી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. અત્યારે કચ્છ પર સર્ક્યુલેશન છે. તેની અસરના કારણે ઉત્તર ગુજરાતના કાંઠા વિસ્તારમાં વધુ વરસાદ રહેશે.

Crop Damage Due to Rain: પાટણમાં પાછોતરા વરસાદે કઠોળના પાકને મોટું નુકસાન, બે ધારાસભ્યે પાક નુકસાની સર્વેની માગ કરી

Financial Assistance for Farmer : જામનગરમાં કૃષિપ્રધાનની જાહેરાત, પૂરગ્રસ્ત વિસ્તારમાં ખેડૂતો માટે આર્થિક સહાય

Last Updated : Sep 24, 2023, 12:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.