અમદાવાદ : ગુજરાતમાં હવે વરસાદની વિદાય અંગે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે વરસાદની વિદાય બાદ શિયાળાના આગમનની રાહ જોવામાં આવી રહી છે. જોકે હાલ ગુજરાતમાં એક તરફ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ આ તમામ વચ્ચે શિયાળા અને વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે.
ગરમીનું પ્રમાણ : ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે નવરાત્રિના ત્રીજા અને ચોથા દિવસે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. હાલ વાતાવરણ સૂકું હોવાને કારણે આગામી 7 દિવસમાં વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હાલ ગરમી નોંધાઈ રહી છે, જેમાં દિવસ દરમિયાન ગરમીનું ટેમ્પરેચર વધવાની કોઈ શક્યતા જોવા મળી નથી. અત્યારે વરસાદની વિદાય બાદ ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે હાલના વાતાવરણ પ્રમાણે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી સુધી રહેવાની શક્યતા જોવા મળી રહી છે.
નવરાત્રી દરમિયાન વરસાદ થશે ? સ્થાનિક હવામાન વિભાગના મત મુજબ નવરાત્રિમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના જોવા મળી રહી છે. જો વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તો નવરાત્રિમાં વરસાદની સંભાવના રહેશે. ત્યારે હવે કોઈ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ રહેશે તો નવરાત્રી બગડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રીમાં ત્રીજા અને ચોથા દિવસે ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ રહેશે. આ પછી પણ રાજ્યમાં વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.
વરસાદી સિસ્ટમ અંગે આગાહી : હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ઓક્ટોબરના મધ્યથી લઈ અંત સુધીમાં ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે અત્યારે તો ગુજરાતમાં બેવડી ઋતુનો સમન્વય જોવા મળી રહ્યો છે. તો હવે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ફરી એકવાર વરસાદ જોવા મળે તેવા સંજોગો ઉભા થયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયને ધ્યાને લઈ આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જો તેમને થશે તો નવરાત્રિમાં ફરી એક વાર વરસાદી માહોલ જોવા મળશે.