ETV Bharat / state

Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા? - ગુજરાતમાં તાપમાન

ત્રાહિમામ પોકારાવતી ગરમી વચ્ચે બહાર નીકળવું શા માટે ટાળવું જોઇએ તેનો નમૂનો આ આંકડા દર્શાવી રહ્યાં છે. અમદાવાદમાં ભારે ગરમી વચ્ચે એક સપ્તાહમાં 14 ટકા હીટ સ્ટ્રોક કેસોમાં વધારો નોંધાયો છે.

Heat Stroke : ગુજરાતમાં તાપમાનનો વધારો થતાં હીટ સ્ટ્રોક કેસોમાં વધારો, સૌથી વધુ કેસ ક્યાં નોંધાયા?

author img

By

Published : May 15, 2023, 5:00 PM IST

હીટ સ્ટ્રોકના સૌથી વધુ કેસ અમદાવાદમાં

અમદાવાદ : ગુજરાતમાંં ભારે ગરમીના કારણે હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહમાં 14 ટકા જેટલા હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના કેસ 29 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8 હીટ સ્ટ્રોક કેસ સામે આવ્યાં છે.

40 ઉપર ગરમીનો પારો : રાજયમાં છેલ્લા બે સપ્તાહથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેમ ભારે પ્રમાણમાં ગરમી જોવા મળી રહી છે. રાજ્યના તમામ શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રીની ઉપર જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક લોકો હીટ સ્ટ્રોકનો ભોગ પણ બની રહ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના કેસમાં 14 ટકાનો વધારો થયો છે.

1393 કેસ : છેલ્લા એક સપ્તાહમાં હીટ સ્ટ્રોકના કેસમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે પ્રથમ સપ્તાહમાં 4,829 જેટલા કેસ સામે આવ્યા હતા જેમાં 14 ટકા વધારો થતા આ સપ્તાહમાં 5501 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કેસ 1149 સામે આવ્યા હતા ત્યારે બીજા સપ્તાહમાં 1393 જેટલા હીટ સ્ટોકના કેસ આવ્યા છે એટલે કહી શકાય કે છેલ્લા એક સપ્તાહમાં 21.24 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકો પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. ગરમીમાં વધારો થતા પેટનો દુખાવો, વધુ પડતો તાવ, બેભાન, હીટ સ્ટ્રોક જેવા કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા 14 દિવસમાં રાજ્યમાં 36 જેટલા કેસ હિટ સ્ટોકના સામે આવ્યા છે. જેમાં છેલ્લા એક અઠવાડિયામાં 29 જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ અમદાવાદ શહેરમાં 8 કેસ નોંધાયા છે...જશવંત પ્રજાપતિ (સીઓઓ, ઇએમઆરઆઈ)

ગરમી સામે સાવચેતી : રાજ્યમાં ગરમીના કારણે અનેક લોકોની તબિયત બગડે છે. ત્યારે રાજ્યની ઇમરજન્સી સર્વિસ 108 તરફથી નાગરિકોને ગરમી સામે સાવચેતીના પગલાંરુપે જણાવાયું છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો છે ત્યારે શક્ય હોય તેટલું પાણી પીવાનું રાખવું. બિનજરૂરી ઘર બહાર જવાનું ટાળો, હલકા તેમજ સુતરાઉ કાપડ પહેરો અને ગરમીના કારણે કોઈપણ પ્રકારની તકલીફ જણાય તો ઇમરજન્સી સેવા 108નો તરત સંપર્ક કરવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.