આ આયોજન ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. એવોર્ડ સમારોહને બોલિવૂડ સેલિબ્રિટી કરણ વાહીએ હોસ્ટ કર્યું હતું. આ સમારોહમાં 20થી વધુ સેલિબ્રિટીઓને કામા એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટી-સિરીઝના તુલસી કુમાર ખાસ ઉપસ્થિત રહીને પર્ફોમન્સ આપ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા એમ.યુ.એન્ટરટેન્મેન્ટ અને ઉમંગ શાહ પ્રોડક્શનના ઉમંગ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બોલિવૂડ સાથે કનેક્ટ કરી ગુજરાત અને ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવાની સાથે જ ગુજરાત ટુરિઝમને પણ પ્રમોટ કરવાનો ઉદ્દેશ આ સમારોહનો છે.
આ ઉપરાંત જે લોકો સામાજિક કાર્યો અને બિઝનેસ થકી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે તેવા મહાનુભાવોનું પણ સન્માન કરાયું હતું. આ એવોર્ડ સમારોહમાં તુલસી કુમાર, વિકાસ ગુપ્તા, કરણ વાહી, પલક મુચ્છાલ, મુદસ્સર ખાન, કરિશ્મા તન્ના, મનિન્દર બુત્તર, આદિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.