ETV Bharat / state

2036ના ઓલિમ્પિકની યજમાની કરવા ગુજરાતમાં તૈયારીઓ પુરજોશમાં - Olympic Games List

ભારત 2036ના વર્ષમાં ઓલિમ્પિક ગેમ્સની (Olympic Games 2036) યજમાની કરવા માટે બિડ કરશે, તેવા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતનું અમદાવાદ એ હોસ્ટ સિટી બનશે. શું ખરેખર અમદાવાદ ઓલિમ્પિકની યજમાની કરવા તૈયાર છે? (Olympic Games 2036 in Gujarat)

2036ના ઓલિમ્પિકની યજમાની કરવા ગુજરાતમાં તૈયારીઓ પુરજોશમાં

author img

By

Published : Dec 28, 2022, 10:11 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં જ (Olympic Games 2036) યોજાઈ ગઈ છે, જે વખતે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો, તેમાં ગુજરાત 2036માં ઓલિમ્પિકની યજમાની કરશે.ઉલ્લેખનીય છે કે, ગરવી ગુજરાતના છોરુ રમતગમતને લઇને ખુબ જ ઉત્સાહી હોય છે. ત્યારે 2036માં ઓલિમ્પિકને માટેની તમામ તૈયારીઓ કરશે, તેવું જણાવ્યું હતું. (olympic games 2036 host country)

અમિત શાહ સમક્ષ પ્રેઝન્ટેશન થયું હતું તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ભાજપ ફરીથી સત્તા પર આવ્યું છે. શપથવિધિ સમારોહ પછી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રમતગમતપ્રધાન (Olympic Games 2036 in Gujarat) હર્ષ સંઘવી સાથે અલગથી બેઠક કરી હતી. તેમાં ગુજરાતના રમતગમત વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં નિર્માણ પામનાર સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ, નારણપુરા સ્પોર્ટ્સ સંકુલ અને અમદાવાદ રિવરફ્રન્ટથી લઈને ગાંધીનગર સુધી રમતગમત માટેના મેદાનો અને સ્ટેડિયમની વિગતો આપવામાં આવી હતી. (olympic games 2036 bids)

અમદાવાદમાં આ સ્થળોએ યોજાઈ શકે છે રમતો
અમદાવાદમાં આ સ્થળોએ યોજાઈ શકે છે રમતો

અમદાવાદ અને ગાંધીનગરમાં મોટાભાગની રમતો રમાશે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ઓલિમ્પિક્સની રમતો અમદાવાદ અને ગાંધીનગરમાં જ રમાશે, માત્ર દરિયાઈ રમતો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે યોજાય તેવી વાત છે. ઓલિમ્પિક્સ વિલેજ માટે અમદાવાદ ગાંધીનગર પાસે ભાટ પાસેની જમીન નક્કી કરવામાં આવી છે. 2036માં ઓલિમ્પિક્સ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. કેટલીક વોટર ગેમ્સ રિવરફ્રન્ટમાં તૈયાર થઈ રહેલા વોટર બેરેઝમાં યોજાશે, જોકે આ અંગે હજુ કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી. (olympic games 2036 berlin)

મણિપુર ગોધાવીમાં 200 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનશે? તો બીજી તરફ મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર બોપલથી આગળ મણિપુર ગોધાવીમાં 200 એકર જમીનમાં ઓલિમ્પિક્સ વિલેજ અને ટ્રેનિંગ સેન્ટર બનાવવાની યોજના તૈયાર કરાઈ છે. જો આ પ્રોજેક્ટ તૈયાર થાય તે ઓલિમ્પિકની અનેક રમતો અહીંયા પણ રમાઈ શકે તેમ છે. (olympic games 2036 dates)

આ પણ વાંચો 36મી નેશનલ ગેઇમ્સ સપ્ટેમ્બર 2022માં રમશે ભારત, થયો આવો રોચક લોગો લોન્ચ

તૈયારીઓ પુરજોશમાં છેઃ હર્ષ સંઘવી રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત 2036ના ઓલિમ્પિક્સની યજમાની કરવા તૈયાર છે. તે માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ અંગે હાલ વાત કરવી તે ખૂબ વહેલી ગણાશે. પણ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. (Ahmedabad Olympic Games 2036)

અમદાવાદ હોસ્ટ સિટી બનશે વર્ષ 2024માં ઓલમ્પિક પેરિસમાં, 2028ના વર્ષમાં ઓલિમ્પિક લોસ એન્જેલસમાં અને વર્ષ 2032માં ઓલમ્પિક બ્રિસબેનમાં યોજાવાનો છે. હવે વર્ષ 2036માં ઓલિમ્પિકનું યજમાન પદ ભારતને મળે તે માટેની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. તાજેતરમાં જ અમદાવાદમાં નેશનલ ગેમ્સ રમાઈ ગઈ છે. અને તે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જેના અનુભવને આધારે ગુજરાત ઓલિમ્પિકમાં સહભાગી થશે અને યજમાની માટે અમદાવાદ હોસ્ટ સિટી બનશે. (2036 Olympic Games in India)

આ પણ વાંચો ભાજપે મેનિફેસ્ટોમાં ઓલિમ્પિક 2036 ગેમ્સનો કર્યો ઉલ્લેખ, યજમાની કરવામાં ગુજરાત કરશે મદદ

અમદાવાદમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ ઓલિમ્પિક્સ યોજાય તે માટે અમદાવાદ અને ગાંધીનગરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક એરપોર્ટ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, રેલવે સ્ટેશન, ફાઈવ સ્ટાર હોટલો, રોડ રસ્તાની કનેક્ટિવિટી, રમતગમત માટેના તમામ પ્રકારના મેદાનો અને સાધનો જેવી સુવિધા છે. તેમજ અમદાવાદમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન માટે BRTS, મેટ્રો ટ્રેન ચાલુ છે અને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન 2024માં શરૂ કરી દેવાશે. તેમજ જે સુવિધા નથી, તે હાલ ઉભી કરવા આયોજન થઈ રહ્યા છે અને તે અંગે ગુજરાત સરકાર એલર્ટ છે. (Narendra Modi Stadium Olympic Games)

અમદાવાદ નવા રંગરૂપ ધારણ કરશે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જો 2036માં ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજાશે તો તે પહેલા અમદાવાદને દુલ્હનની જેમ સજાવાશે. અમદાવાદ નવું જ સ્વરૂપ ધારણ કરશે. રોડ, બ્રિજ, અંડરબ્રિજ વિગેરેને શણગાર કરાશે. ટૂંકમાં 2036 પહેલા અમદાવાદ નવા રંગ રૂપ ધારણ કરશે.(Olympic Games List)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.