અમદાવાદ : યુદ્ધગ્રસ્ત યુક્રેન માંથી ભારતીય વિદ્યાર્થીઓને (Russia Ukraine War) સરકાર દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે. ત્યારે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા 27 ગુજરાતી વિદ્યાર્થીઓને વોલ્વો બસ દ્વારા ગાંધીનગર (Students came to Gujarat from Ukraine) લાવવામાં આવ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સહિત અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
27 વિદ્યાર્થીઓમાં કયા જિલ્લાના કેટલા વિદ્યાર્થી
ગાંધીનગર પહોંચેલા આ વિદ્યાર્થીઓમાં અમદાવાદના 04 ગાંધીનગરના 02, વડોદરા 06, ભરૂચ 06, વલસાડ 02, સુરત 01, ગીર-સોમનાથ 01, સોમનાથ 01, અમરેલી 01, સુરેન્દ્રનગર 03 નો સમાવેશ થાય છે.
પશ્ચિમમાંથી ભારતીયોને એરલિફ્ટ કરાઈ રહ્યા છે : જિતુ વાઘાણી
પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ગુજરાતના 50 વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત આવ્યા છે. સરકારે વિદેશમાં પોતાના સંબંધો બનાવ્યા છે. મુખ્યપ્રધાને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી છે. આ વિદ્યાર્થીઓને યુક્રેનના પશ્ચિમ ક્ષેત્ર માંથી બહાર નિકાળવામાં આવશે. વિદેશ મંત્રાલયે પોલેન્ડમાં (Students at the Poland Border) પણ બોર્ડર પર કામગીરી શરૂ કરી છે. ખાસ અધિકારીઓને ભારતથી મોકલવામાં આવ્યા છે.
હેલ્પલાઇન નંબર
મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જેનો ટોલ ફ્રી નંબર 1800 118 797, ઉપરાંત +91 11 230 12 113, +91 11 230 14104, +91 11 230 17905, +91 11 230 88 124(FAX),નો સંપર્ક કરવા સૌને અનુરોધ કર્યો છે. આ ઉપરાંત યુક્રેન, પોલેન્ડ, હંગેરી, રોમાનિયા, સોલક રી પબ્લિક ખાતે પણ કંટ્રોલ રૂમ કરીને હેલ્પ લાઈન નંબર પણ કાર્યરત કરાયા છે.
આ પણ વાંચોઃ Ukraine crisis : ઓપરેશન ગંગામાં પાકિસ્તાન તરફથી પણ મળી મદદ, સાંભળો એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સના અનુભવ
વાલીઓની આંખમાં હર્ષના આંસુ
સરકારે યુક્રેનથી વિદ્યાર્થીઓને (Gujarat Airlift from Ukraine) કોઈપણ તકલીફ ન પડે તે રીતે તેમના ઘર સુધી મૂકવાની વ્યવસ્થા કરી છે. જો કે કપરી પરિસ્થિતિ માંથી છુટકારો મેળવી સહી સલામત પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના માતા-પિતા અશ્રુભીની આંખે ભેટી પડતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.