ETV Bharat / state

Gandhinagar News: રોજગાર કચેરી દ્વારા યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત પ્રથમઃ કેન્દ્રીય અહેવાલ - Employment Gujarat

યુવાધનને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે તેવું બળવંતસિંહ રાજપૂતે માહિતી આપી છે. જેમાં વધુ માહિતી આપતા તેઓએ કહ્યું કે," રોજગારીની યોગ્ય તકો પૂરી પાડી ગુજરાતે વર્ષ 2022 થી સતત પ્રથમ રહેવાનો અનુક્રમ જાળવી રાખ્યો છે.

Balwantsinh Rajput: રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ: બળવંતસિંહ રાજપૂત

author img

By

Published : Jul 6, 2023, 12:38 PM IST

Updated : Jul 6, 2023, 4:15 PM IST

અમદાવાદ ડેસ્ક: ગુજરાતે અનેક ક્ષેત્રે અગ્રેસર રહી દેશના અન્ય રાજ્યોને હરહંમેશ પ્રેરણા આપી છે. તાજેતરમાં જ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "રોજગાર કચેરીઓ દ્વારા યુવાઓને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત વર્ષ ૨૦૦૨થી દેશમાં સતત પ્રથમ ક્રમાંકે છે. જે અનુક્રમને ગુજરાતે આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–૨૦૨૩’ મુજબ વર્ષ 2022 દરમિયાન રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત ફરી એકવાર પ્રથમ ક્રમે આવ્યું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે.

ઉમેદવારોને રોજગારી: બળવંતસિંહ રાજપૂતે વધુ માહિતી આપતા જણાવ્યું કે," રાજ્યના યુવાધનને યોગ્ય રોજગારી મળી મળી રહે તે માટે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી રોજગાર મેળા સહિતના અનેક પ્રયાસો હાથ ધરી રહી છે. જેના પરિણામે જ આજે ગુજરાત રોજગારી પૂરી પાડવામાં સતત અવ્વલ રહ્યું છે. વર્ષ 2018 -19 થી 2022-23 દરમિયાન ૫ વર્ષના સમયગાળામાં રોજગાર કચેરીઓ દ્વારા 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ સમયગાળામાં 7 હજારથી વધુ ભરતીમેળાના આયોજન થકી જ રાજ્યના આશરે 8 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી મળી છે.

દેશની 43 ટકા રોજગારી ગુજરાતે પૂરી પાડી: એમ્પ્લોયમેન્ટ એક્ષચેન્જ સ્ટેટીસ્ટીક્સ–2023 માં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશભરના રાજ્યો દ્વારા કુલ 6,44,600 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે. જેના 43 ટકા એટલે કે 2,74,800 જેટલા યુવાનોને ગુજરાતે રોજગારી પૂરી પાડી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ખાલી પડેલી 13,67,600 જેટલી જગ્યાઓની નોંધણી કરવામાં આવી છે, જેની સામે ગુજરાત 3,59,900 ખાલી જગ્યાઓની નોંધણી સાથે દેશમાં બીજા ક્રમે છે.

રોજગારી આપવામાં ગુજરાત પ્રથમ: ગત માર્ચ-2023 માં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ગુજરાત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં પણ દેશમાં પ્રથમ છે. ભારતમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન અનુસૂચિત જાતિના 38,700 યુવાનોને રોજગારી આપવામાં આવી, જેની સામે ગુજરાતમાં તેના 58 ટકા એટલે કે, 22,600 અનુસૂચિત જાતિના યુવાનોને રોજગારી આપવામાં આવી છે. આ ઉપરાંત ભારતમાં અનુસૂચિત જનજાતિના 22,000 ઉમેદવારોને વર્ષ ૨૦૨૨માં નોકરી મળી, તેના 86 ટકા એટલે કે 19,100 અનુ. જનજાતિના યુવાનોને ગુજરાતમાં રોજગારી અપાઈ છે.

મહિલાઓને રોજગારી આપવામાં ગુજરાત બીજા ક્રમે: ગુજરાત રાજ્ય માત્ર પુરુષોને જ નહિ, મહિલાઓને પણ આજે રોજગારીની સમાન તકો પૂરી પાડી રહ્યું છે. અહેવાલ અનુસાર ગુજરાત રાજ્ય મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં સમગ્ર દેશમાં બીજા ક્રમે છે. ભારતભરમાં વર્ષ 2022 દરમિયાન કુલ 1,22,700 મહિલાઓને રોજગારી આપવામાં આવી છે, જેની સામે ગુજરાત દ્વારા 45,800 એટલે કે 37 ટકા જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત રોજગારવાન્છું મહિલાઓની નામ નોંધણીમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ આવ્યું છે. સમગ્ર ભારતમાં થયેલી 8 ટકા મહિલાઓની નામ નોંધણીમાં ગુજરાતનો ફાળો 75 ટકા જેટલો છે.

Gandhinagar News : ચાવડાએ વિકાસના કામમાં કમિશનની વાત કરતા ઋષિકેશ પટેલે કહ્યું, કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે

Amreli News: કેન્દ્ર સરકારે નવ વર્ષની કામગીરી છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે ભાજપની દરિયાઈ ટાપુ શિયાળ બેટ સુધી બોટ યાત્રા

Last Updated : Jul 6, 2023, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.