ETV Bharat / state

Gujarat GST : રાજ્યની GSTની આવકમાં ઉત્તરોત્તર વધારો, એપ્રિલ માસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ - GST Revenue April 2023 State Revenue Department

ગુજરાત રાજ્યની GSTની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. રાજ્યની GSTની આવકમાં વૃદ્ધિ નેશનલ ગ્રોથ અને GSDPના ગ્રોથ કરતા વધુ આંકડો સામે આવ્યો છે. GST કાયદાના અમલીકરણ બાદની એપ્રિલ 23ની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ છે.

Gujarat GST : રાજ્યની GSTની આવકમાં ઉત્તરોત્તર વધારો, એપ્રિલ માસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઇ

author img

By

Published : May 2, 2023, 10:31 PM IST

અમદાવાદ : નાણાકીય વર્ષ 2022-23માં GST હેઠળ રાજ્યને કુલ 56,064 કરોડની આવક થયેલી છે. જે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન થયેલી આવક 45,464 કરોડની સરખામણીમાં 23 ટકા વધુ છે. આ આવક નેશનલ આવકના ગ્રોથ રેટ 21.22 ટકા તેમજ GSDP (Gujarat State Domestic Product)ના ગ્રોથ રેટ 17.18 ટકા કરતા વધુ રહ્યું છે.

આવકમાં રેકોર્ડ બ્રેક વધારો : 2023-24ની શરૂઆત થતા જ GST આવકમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળેલો છે. એપ્રિલ 2023માં રાજ્યને GST હેઠળ 6,499 કરોડની આવક થયેલી છે. આ આવક GST અમલીકરણ બાદની સૌથી વધુ માસિક આવક છે. જે ગત માસ માર્ચ 2023 કરતા 23.80 ટકા વધુ આવક થયેલી છે. તેમજ ગત વર્ષના આજ માસ (એપ્રિલ 22) કરતા 28.55 ટકા વધુ આવક થયેલી છે.

3,004 કરોડની આવક : રાજ્યને વેટ હેઠળ એપ્રિલ 23માં 3,004 કરોડની આવક થયેલી છે. આમ, GST અને વેટ મળીને માહે એપ્રિલ-2023માં કુલ 9,503 કરોડની ગ્રોસ આવક થયેલી છે. જે માહે એપ્રિલ 22 દરમિયાન થયેલી આવક 7,924 કરોડ કરતાં 20 ટકા વધુ છે, જ્યારે માર્ચ 2023 દરમિયાન થયેલી આવક 8,146 કરોડ કરતા 17 ટકા વધુ છે.

1 લાખ કરોડની વેરાકીય આવક : નાણાકીય વર્ષ 2022-23માં GST અને વેટ હેઠળ થઇ કુલ 1,03,855 કરોડની આવક થયેલી છે. જે નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન થયેલી આવક 86,789 કરોડની સરખામણીમાં 20 ટકા વધુ આવક થયેલી છે. આમ, રાજ્ય દ્વારા વર્ષ 2022-23માં GST અને વેટ હેઠળ થઇ કુલ 1 લાખ કરોડની વેરાકીય આવકની ઐતિહાસિક સિદ્ધિ વિભાગ તેમજ કરદાતાઓના સંયુક્ત પ્રયાસથી હાંસલ કરેલી છે.

આ પણ વાંચો : Gujarat Assembly : વેપારીઓએ સરકારનું 2460.6 કરોડનું કરી નાખ્યું, 733 GST નંબર રદ

ભારતમાં પ્રથમ ક્રમનું રાજ્ય : GST હેઠળનું પત્રક નિયત સમયમર્યાદામાં ભરવા બાબતે ગુજરાત રાજ્ય 86 ટકા સાથે સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમનું રાજ્ય છે. તેમજ નેશનલ એવરેજ કરતા 7 ટકા વધુ કરદાતા નિયત સમય મર્યાદામાં પત્રક ભરે છે. કુલ ભરાયેલા પત્રક બાબતે 98 ટકા સાથે ગુજરાત પ્રથમ ક્રમનું રાજ્ય છે. આ બાબતે રાજ્યવેરા વિભાગ દ્વારા કરદાતાઓને પત્રકની સમય મર્યાદા પહેલા તેમજ પત્રક ભરાયેલ ન હોય તો તે બાદ સીસ્ટમ જનરેટેડ SMSથી જાણ કરવામાં આવે છે. લાર્જ અને મીડીયમ કરદાતાના કિસ્સામાં બે માસથી વધુ પત્રક કસૂરદાર ન રહે તેની કાળજી રાખવામાં આવે છે. કરદાતાને ન મળવાપાત્ર અંદાજે 4,064 કરોડની વેરાશાખના રીવર્ઝલ થકી વર્ષ 2022-23 દરમિયાન રાજ્યને 2,032 કરોડની આવક થયેલી છે.

આ પણ વાંચો : કાગળ પર કંપની બનાવી સરકારને લાખોનો ચુનો ચોપડ્યો

ગેરકાયદેસર પ્રવ્રુત્તિ સામે : GST રજીસ્ટ્રેશનનો દુરુપયોગ કરી બોગસ બિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તેવા રજીસ્ટ્રેશન શોધી કાઢવા માટે વિભાગ દ્વારા સતત ડેટા એનાલીસીસ કરવામાં આવે છે. આવા નોંધણી નંબર રદ કરવામાં આવે છે. પ્રમાણિક કરદાતાને નુકસાન થતું અટકાવવા માટે રાજ્યકર વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સો પર ચાંપતી નજર રાખવામાં આવે છે. આવા શખ્સો સામે કડક હાથે કામગીરી કરવામાં આવે છે. અન્વેષણ વિંગ દ્વારા અત્યાર સુધી 100 શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કરી દાખલો બેસાડેલા છે. તેમજ ગુજરાત રાજ્ય આંતર રાજ્ય e-way bill જનરેશનમાં તેમજ e-way bill વેરિફિકેશન બાબતે પ્રથમ ક્રમનું રાજ્ય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.