ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આયાતી ઉમેદવારને ઉતારતાં બદ્દરુદીન શેખ નારાજ થયા હતા, તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર છે. તેમને ટિકીટ નહી આપતા તેઓ વધુ નારાજ થઈ એકાએક રાજીનામુ ધરી દીધું હતું. કોંગ્રેસમાં પરિસ્થિતિ વધુ ના વણસે તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. જો કે શેખના રાજીનામા પછી 13 સભ્યોએ કોંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું.
રાજીનામું આપ્યા પછી બદ્દરુદીન શેખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, અગાઉ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા પક્ષ છોડીને જતા રહ્યા છે. તે પહેલા અનેક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પક્ષને અલવિદા કહી ચુક્યા છે. ગઈકાલે જયરાજસિંહ પરમારે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપી દેવાની વાત કરી હતી. કોંગ્રેસ બદ્દરુદીન શેખની નારાજગી દૂર નહી કરે તો પાર્ટીને ભારે નુકશાન થઈ શકે છે.