ETV Bharat / state

Naroda Gam Massacre : બચાવપક્ષના વકીલે કરી મોટી સ્પષ્ટતા, ચૂકાદો બાકી

નરોડા ગામ રમખાણ કેસમાં ચૂકાદો જાહેર થઈ શકે છે. કોર્ટ પરિસરમાં ચહલપહલ વધી ચૂકી છે. આ કેસના સંબંધીત તમામ લોકો વકીલ તથા આરોપીઓ કોર્ટ પહોંચી ગયા છે. 68 આરોપીઓની સામે ચૂૂકાદો જાહેર થશે. નરોડા ગામે થયેલા રમખાણમાં કુલ 11 વ્યક્તિઓના મૃત્યું થયા હતા. કુલ 86 આરોપીઓ હતા. જેમાંથી એક આરોપીને સુપ્રીમ કોર્ટે ડિસ્ચાર્જ આપી દેતા 68 આરોપી સામે ચૂદાકો કોર્ટ આપશે.

Gujarat Riots  Naroda gam case: નરોડા ગામ રમખાણ કેસમાં શું થયું કોર્ટમાં2002 Naroda Gam Massacre
Gujarat Riots Naroda gam case: નરોડા ગામ રમખાણ કેસમાં શું થયું કોર્ટમાં
author img

By

Published : Apr 20, 2023, 12:39 PM IST

Updated : Apr 20, 2023, 5:06 PM IST

Gujarat Riots Naroda gam case: બચાવપક્ષના વકીલે કરી મોટી સ્પષ્ટતા, ચૂકાદો બપોરે

અમદાવાદઃ નરોડા ગામ કેસમાં બપોર પછી ચૂકાદો આવશે. એ પહેલા કોર્ટમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચહલપહલ વધી ગઈ છે. બન્ને પક્ષના વકીલ કોર્ટમાં પહોંચી ગયા છે. કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. પોલીસનો કાફલો કોર્ટ પરિસરમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. નરોડા ગામમાં પણ પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

શું બોલ્યા બચાવપક્ષના વકીલઃ બચાવપક્ષના વકીલ રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા સંપૂર્ણ સુરક્ષા પુરી પાડવામાં આવી છે, સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 11.30 વાગ્યે લોકો હાજર હતા. આ કેસમાં ઘોષણા બપોરે 3 વાગ્યે થશે. બચાવ પક્ષના વકીલે કહ્યું કે, તમામ વાલિક અને સાક્ષી કોર્ટમાં આવ્યા હતા. કોર્ટનો આદેશ બપોરે 3.00 વાગ્યે આવશે તેવી માહિતી મળી હતી. આ કેસમાં 187 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટમાં કોઈ સુનાવણી થઈ ન હતી, માત્ર રજૂઆત કરવામાં આવી હતી.

ચૂકાદો જાહેર થશે આ કેસમાં કુલ 86 આરોપીઓ છે. જેની સામે સુનાવણી થવાની છે. આ કેસમાં કુલ 11 લોકોનાં મોત થયા છે. જ્યારે કુલ 68 આરોપીઓની સામે ચૂકાદાનું એલાન થશે. 40થી વધારે આરોપીઓ કોર્ટ પરિસરમાં આવી પહોંચ્યા હતા. માયા કોડનાની પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસમાં કુલ 187 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 302, 307, 143, 147, 148, 129 B, 153 અંતર્ગત કેસ થયેલો છે. જ્યારે એક આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો.

માયા કોડનાનીનું નામઃ માયા કોડનાનીને નરોડા પાટિયા રમખાણ કેસમાં કોર્ટે આ ઘટનાના મુખ્ય આરોપી ગણાવીને દોષી ગણાવ્યા હતા. પછી તેઓ જામીન પર મુક્ત થયા હતા. જ્યારે ટ્રાયલ કોર્ટે બાબુ બજરંગીને દોષિત જાહેર કર્યા હતા. ટ્રાયલ કોર્ટમાં જ્યારે નરોડા પાટિયા કેસની સુનાવણી કરાઈ હતી. એ સમયે 32 આરોપીઓને નિર્દોષ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. પણ એમાં સૌથી વધારે ચર્ચા જેની થઈ હતી. એનું નામ માયાબેન કોડનાની છે. જેમની સામે જે તે સમયે અમિત શાહે પણ નિવેદન આપ્યું હતું. જે માયા કોડનાનીની તરફેણમાં હતું.

Last Updated : Apr 20, 2023, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.