અમદાવાદ: બાબુભાઈ દેસાઈનું 2007માં બનાસકાંઠા જિલ્લાની કાંકરેજ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. બાબુભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે. સમાજ માટે કરેલા અનેકવિધ કાર્યોના કારણે તેમને સમાજરત્ન તરીકે પણ સંબોધિત કરવામા આવે છે. ભાજપે તેમના નામની જાહેરાત કરતા તેમના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ભામાશા તરીકે પ્રખ્યાત: બાબુભાઈ દેસાઇ ઉત્તર ગુજરાતના આગેવાન છે અને રબારી સમાજમાં તેમનું મોટું નામ છે, બાબુભાઈની છાપ સામાજિક કાર્યકર્તા તરીકેની છે. તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને તેથી જ લોકોએ તેમને ભામાશા અને દાનવીર રત્ન તરીકે ઓળખે છે. તેમનું જીવન દીકરીઓના ભણતર, કન્યા કેળવણી અને સરકારી યોજનાના લાભ અંતિમ લોકો સુધી પહોંચે તેમાં કાર્યરત રહ્યું છે. ધારાસભ્ય તરીકે પણ તેઓ ઉત્કૃષ કામગીરી કરી ચુક્યા છે.
રાજકીય અને સામાજિક કારકિર્દી: 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા. 2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા અને અત્યરસુધી કાર્યરત છે. બાબુભાઇ દેસાઇ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. ઓલ્ડ SSC અને અંગ્રેજી મીડિયમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે. રબારી સમાજમાં ભામાશા અને દાનવીર રત્ન તરીકેની ઓળખાય છે. કન્યા કેળવણી માટે કાર્યરત છે. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઉંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.
કોણ છે બાબુભાઈ દેસાઈ?:
- બાબુ દેસાઈનું મુળ ગામ ઊંઝાનું મક્તુપુર છે
- ગામના નામથી ઓળખાય છે બાબુ મક્તુપુર
- બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય રહી ચૂક્યા છે
- રબારી સમાજમાં ભામાશાની છાપ
- દ્વારકા યાત્રા માટે છુટ્ટા હાથે દાન કરનાર વ્યક્તિ
- રબારી સમાજના સમૂહલગ્નના દાતા અને પ્રણેતા
- ધાર્મિક કાર્યોમાં દાન કરનારા દાનવીર
- રબારી સમાજમાં શિક્ષણને ઉત્તેજન આપવામાં મોટો ફાળો
- ગુજરાતમાં રબારી સમાજની શિક્ષણ સંસ્થાઓમાં વડીલની ભૂમિકા
- બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે બાબુ દેસાઈ
પીએમ મોદીને માને છે આદર્શ: બાબુભાઈએ 12 ડિસેમ્બર, 2008 ના રોજ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને સોનાનું સિંહાસન અર્પણ કર્યું એ સમયના સીએમ નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. બાબુભાઈ પોતાના રાજકારણની એ ક્ષણોને યાદગાર ગણે છે. તેમને પ્રજાના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસ ગમે છે, પરંતુ અંગત સ્વાર્થ ગમતો નથી. તેઓ નરેન્દ્ર મોદીને આદર્શ રાજકારણી માને છે.