પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આ સિસ્ટમ સક્રિય થવાથી આગામી 12 કલાકમાં ડિપ્રેશન ચક્રાવાતમાં બદલાઈ શકે છે. જેથી માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્ચિન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.
અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે 25 અને 29 ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ ચક્રવાત પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં આગામી શુક્રવારથી મંગળવાર સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ-ડાંગ, નવસારી-વલસાડ-દમણ-દીવ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.