- ગુજરાત કોંગ્રેસે કર્યા કંકુના ચાંદલા
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રથમ યાદી કરી જાહેર
- 5 મહાનગરના 140 નામો કર્યા જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપ કોંગ્રેસ એક બાદ એક નામની પસંદગીને લઈને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પાંચ મહાનગરના નામો જાહેર કરવામાં આવ્યા છે. 140 નામોની યાદી કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવી છે.
5 મહાનગરના 140 નામોની યાદી જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે અંગે થઈને ભાજપ-કોંગ્રેસ નામની યાદીઓને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે. તે તમામની વચ્ચે ગુજરાત કોંગ્રેસ પક્ષે પ્રભુતામાં પગલાં પાડ્યા હોય તે રીતે 5 મહાનગરના 140 નામોની યાદી જાહેર કરી છે. જેમાં ભાવનગર, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટના કેટલાક વોર્ડના નામો જાહેર કરવામાં આવ્યા છે.
ક્યાં વોર્ડમાં કેટલા નામો કર્યા કોંગ્રેસે જાહેર
- વડોદરા મનપામાં 11 વોર્ડના 20 નામો જાહેર
- સુરત મનપામાં 19 વોર્ડના 50 નામો જાહેર
- રાજકોટ મનપામાં 14 વોર્ડના 22 નામો જાહેર
- ભાવનગર મનપામાં 10 વોર્ડના 21 નામો જાહેર
કોંગ્રેસ દ્વારા 140 નામની જાહેરાત
પાંચ મહાનગરમાં ચારની પેનલોના નામ જાહેર કર્યા છે. જ્યાં આગળ કોંગ્રેસ પક્ષે 4 ઉમેદવારની પેનલોના નામ જાહેર કરી દીધા છે. જેમાં ભાવનગરના વોર્ડ નંબર 5 માં ચાર ચાર નામો જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જામનગર મનપામાં વોર્ડ નંબર 3,4,7,8,12,15માં ચારની પેનલ જાહેર કરી દીધી છે. સુરત વોર્ડ નંબર - 4,7,10,21,22માં ચારની પેનલના નામો જાહેર કર્યા છે. વડોદરામાં વોર્ડ નંબર 5ની ચારની પેનલ જાહેર કરી દેવામાં આવી છે. આ પ્રકારે કોંગ્રેસ દ્વારા 140 નામની જાહેરાત કરવામાં આવી છે.