અમદાવાદ: સુરતની 23 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ યુવતી ઉપર પિતાના જ મિત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતા કિશોરી ગર્ભવતી થઈ હતી. આ ગર્ભપાતને દૂર કરવા માટે પીડિતાના પિતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
રેર ઓફ ધ રેર કેસ: આ સમગ્ર મામલે અરજદારના વકીલ હર્ષ સુરતીએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા આ કેસને રેર ઓફ ધ રેર કેસ ગણીને ગર્ભપાતની પરવાનગી આપવામાં આવી છે. આજે કોર્ટમાં ડોક્ટરો પણ હાજર રહ્યા હતા અને મેડિકલ એક્ઝામિનેશન કરીને સંપૂર્ણ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં ડોક્ટરનો મંતવ્ય અને મેડિકલ રિપોર્ટ જાણ્યા બાદ કોર્ટે મંજૂરી આપી છે.
પીડિતા માનસિક અસ્થિર હોવાનો ઉલ્લેખ: આ અરજીમાં પીડિતા માનસિક અસ્થિર અને પિતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પીડિતા કે તેનો પરિવાર બાળકની જવાબદારી લઈ શકે તેમ નથી. માટે યુવતીના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. યુવતી માનસિક રીતે અસ્વસ્થ હોવાથી તે પોતાનું ધ્યાન રાખી શકે એમ નથી તો તે બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે ?
આ પણ વાંચો: Maharashtra News: નશામાં ધૂત પિતાએ પોતાના બાળકોને કૂવામાં ફેંકી દેતા એકનું મોત, આરોપીની ધરપકડ
શું છે સમગ્ર કેસ: આ સમગ્ર કેસનો વિગતો જોઈએ તો આ કેસ સુરતનો છે. જેમાં આરોપી નવીનની પોતાના મિત્રના ઘરે આવન જાવન ચાલુ રહેતી હતી. એકાદ વર્ષ અગાઉ નવીન જ્યારે મિત્રના ઘરે પહોંચ્યો હતો. ત્યારે યુવતી ઘરમાં એકલી સુતી હતી અને આ તકનો લાભ લઈને તેણે ઘરમાં જ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપીએ પીડિતાને આ વાતની જાણ કોઈને નહીં કરવાની તેમ જ જાનથી મારી નાખી આપવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: Surat Crime : સુરતમાં 5 વર્ષની બાળકીની હત્યા કે દુષ્કર્મ, પોલિસ અને હોસ્પિટલના નિવેદનો છે અલગ
પીડિતાને પેટમાં દુખાવો થતાં થઈ જાણ: આ ઘટના બાદ યુવતીને એક દિવસ અચાનક પેટમાં દુખાવો થયો હતો. જેના કારણે તેના પિતા સારવાર માટે તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં દીકરી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ પરિવારને આ ઘટના અંગે જાણ થઈ હતી પરિવાર દ્વારા આ ઘટના અંગે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસે યુવતીનું નિવેદન પણ લીધું હતું. મહત્વનું છે કે હાલ આરોપી જેલમાં છે.