અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટાર જનરલે સરક્યુલર જાહેર કરી જણાવ્યું છે કે, ચાર દિવસ માટે હાઈકોર્ટમાં કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવે. ચાર દિવસ પૈકી બે દિવસ એટલે કે, 16 અને 17 ઓક્ટોબર શનિવાર-રવિવાર રજાના દિવસો છે. 16 ઓક્ટોબરના રોજ બોર્ડ પર આવનારી મેટરને તા. 20 ઓક્ટોબરના સાંભળવામાં આવશે. જ્યારે 19, 20 અને 21 ઓક્ટોબરનું લિસ્ટ ગુરૂવારે જાહેર કરવામાં આવશે. 20 ઓક્ટોબરથી હાઈકોર્ટ રાબેતા મુજબ શરૂ થશે. આ ઉપરાંત એસીએસ હોમ અને રાજ્યના ડીજીપીને જણાવવામાં આવ્યું છે કે, હાઈકોર્ટમાં સુરક્ષા માટે મુકાયેલા જવાનો તેમના ફરજના સ્થળ પર જ તૈનાત રહે તેમજ આંટાફેરા ન કરે તેની તકેદારી રાખે.
હાઈકોર્ટના આદેશ બાદ 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં તાલુકા કક્ષાની અદાલતો શરૂ કરી દેવાઈ છે. જેમાં 50 ટકા કર્મચારીઓ એક સપ્તાહ અને બાકી સ્ટાફ બીજા સપ્તાહમાં નોકરી કરી રહ્યો છે. દલીલોને લઈને બાકી રહેલી મેટર, યુટીપી મેટર અને બેથી ત્રણ સાક્ષી તપાસવાના બાકી રહેતા હોય તેવા કેસમાં રૂબરૂ સુનાવણી કરવાની રહેશે. આ સાથે કોરોના વાઇરસના કારણે SOP (Standard Operating Procedures) નું પાલન કરવા પણ જણાવાયું છે.