અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણને નુકસાન કરતા નગરપાલિકા દ્વારા જે 1,200 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જે વૃક્ષોને નાશ કરવાના મુદ્દે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિકો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેરાવળના ટીપી સ્કીમ પ્રોજેક્ટ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.
હાઇકોર્ટે નારાજગી કરી વ્યક્ત : ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણને નુકસાન કરતા 1,200 જેટલા વૃક્ષોનું જે નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. તેમાં મુદ્દે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરનો હાઇકોર્ટે ઉધડો લીધો હતો. હાઇકોર્ટે સવાલ કર્યા હતા કે, શા માટે આટલા બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યા હતા? આના કારણે વેરાવળના પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું એવું પણ હાઇકોર્ટે પ્રાથમિક રીતે નોંધ્યું હતું.
હાઇકોર્ટની મૌખિક ટકોર : હાઇકોર્ટે આ સમગ્ર મામલે એવું પણ જણાવ્યું હતું કે, શું તમને સરકારની પરવાનગી લેવાની પણ બિલકુલ જરૂર જણાય નહીં? કારણ કે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ નંદનવનને ખૂબ જ સુંદર રીતે તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પોતાના મૌખિક રીતે ટકોર કરીને કહ્યું કે, આવા કારણો ના લીધે જ ભવિષ્યમાં ઓક્સિજનની સમસ્યા થઈ શકે છે એવું પણ નોંધ્યું હતું. એ દિવસો દૂર નથી કે જ્યારે લોકો ઓક્સિજન વિના તરફડશે.
આ પણ વાંચો : Gujarat High Court : 45 વર્ષ જૂના કેસોને લઈને નારાજગી, નવ જસ્ટિસે હાઇકોર્ટ સમક્ષ માંગી માફી
શું છે સમગ્ર મામલો? : રાજ્ય સરકારના નંદનવન યોજના અંતર્ગત એક પ્લોટમાં 1,200 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા માટે થઈને રાજ્ય સરકારની પરવાનગી વિના જ વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાલિકાના સત્તાધીશોએ પ્લોટ નંબર 290 ની જગ્યા પર 1,200 જેટલા વૃક્ષોને દૂર કરી દીધા હતા અને વિકાસના કામ માટે વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો.
આ પણ વાંચો : Dakor Temple Plea in Gujarat High Court : ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, જાણો કેમ?
સ્કીમને હાઇકોર્ટ સ્ટે લગાવી : અર્બન ફોરેસ્ટના 1.200 જેટલા વૃક્ષોનું નિકંદન કઢાતા શોપિંગ સેન્ટર અને ઓડિટોરિયમ બનાવવા સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઉધડો લઈને વેરાવળની ન્યુ ટીપી સ્કીમને હાઇકોર્ટે સ્ટે લગાવી દીધો છે.