અમદાવાદ : દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કોઈપણ પરીક્ષામાં ધોરણ 10 સુધીની જ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ રાઇટર એટલે કે લહિયા બની શકે તેવા નિયમને હાઇકોર્ટને ફગાવી દીધો છે. સ્ટેટ એક્ઝામ બોર્ડ દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. તેને હાઇકોર્ટે સ્ટેટ એક્ઝામ બોર્ડના નિયમનો ફગાવી દીધો છે.
લહિયા માટેના નિયમને પડકારાયો : દિવ્યાંગ પરીક્ષાર્થી દ્વારા સ્ટેટ બોર્ડ એક્ઝામના આ નિયમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને આ નિયમ નિયામાવલિની વિરુદ્ધ છે તેવી વાત અરજદારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી.આપને જણાવીએ કે આગામી દિવસોમાં શિક્ષકોની લાયકાત માટે યોજાતી ટેટ 2ની પરીક્ષા આપતા ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરી હતી. અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ વતી તેમના જવાબો લખનારા લહિયા માટે ધોરણ 10 સુધી ભણેલા હોવું જરુરી છે. આ નિયમને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે આજે હાઇકોર્ટે તેં અરજીની રજૂઆતને માન્ય રાખી કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે.
શું છે સમગ્ર કેસ : અરજદાર દ્વારા સ્ટેટ એક્ઝામ બોર્ડના આ નિયમને પડકારતી અરજી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જે ટેટ-2 ની પરીક્ષા યોજનાર છે. તેના વિદ્યાર્થીઓએ આ નિયમને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે દિવ્યાંગ વિદ્યાર્થીઓની કોઈપણ પરીક્ષા માટે રાઇટર એ ધોરણ 10 નો જ હોવો જોઈએ એમ એક્ઝામ બોર્ડનો નિયમ અયોગ્ય છે.
માર્ગદર્શિકાઓની વિપરીત નિયમ : સ્ટેટ એક્ઝામ બોર્ડ દ્વારા જે આ નિયમ બનાવવામાં આવ્યો છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓની વિપરીત છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકામાં આવા કોઈ પણ પ્રકારના નિયમનો ઉલ્લેખ જોવા મળતો નથી. નિયમ પ્રમાણે જે પણ પરીક્ષા હોય છે તેનાથી એક સ્ટેપ નીચેની યોગ્યતા ધરાવતા રાઇટરને રાખી શકાય છે. તેથી આ નિયમને રદ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો DPS ઈસ્ટ માન્યતા રદ અને શાળા બંધ કરવાના આદેશને હાઈકોર્ટે ફગાવ્યો
નિયમને ફગાવી દીધો : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ સ્ટેટ એક્ઝામ બોર્ડના આ નિયમને ફગાવી દીધો હતો અને અરજદારની અરજીને માન્ય રાખીને તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં યોજાનાર ટેટ 2ની પરીક્ષા આપતા ઉમેદવારે હાઇકોર્ટમાં આ મુદ્દાની અરજી કરી હતી. જેણે દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર એટલે કે લહિયા બનવા માટે ધોરણ 10 સુધીની પાત્રતા ધરાવતા નિયમને પડકાર્યો હતો. આજે હાઇકોર્ટે તે અરજીની રજૂઆતને માન્ય રાખી છે અને અરજીનો નિકાલ કરી દીધો છે.