અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાને લઈને ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે, લાયસન્સ વગર ચાલતા કતલખાના બંધ કરાવો. આવી કોઈ પણ દુકાન સામે એક્શન લો. યુદ્ધના ધોરણે એવી દુકાન બંધ થવી જોઈએ. સીલિંગ કાર્યવાહી કરવાની હોઈ તો ટીમ બનાવો. અમદાવાદ કોર્પોરેશનની કામગીરીની હાઈકોર્ટે ટીકા કરી છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટે આકરા શબ્દો ઉચ્ચાર્યા છે.
આ પણ વાંચોઃ Navsari Crime: ઠંડીની સીઝનમાં 'થીફવેવ', મોબાઈલની દુકાનમાંથી 29.61 લાખનો માલ ચોરી
શું થયું કોર્ટમાંઃ આ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને કહ્યું હતું કે, કતલખાનાને લઈને ફરિયાદ આવે છે. હજું પણ કેટલીક ગેરકાયદેસર દુકાનો ધમધમી રહી છે. આ કામ કોર્પોરેશનનું છે. આ રીતે લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને કેવી રીતે ચલાવી લેવાય. કાગળ પર જવાબ આપીને સંતોષ ન માનો કામ કરીને બતાવો, આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરી દીધો છે. સરકારના વકીલે કહ્યું હતું કે, આ કેસમાં અમદાવાદ કોર્પોરેશને 25 દુકાન સીલ કરી દીધી છે. સોમવાર સાંજથી કોર્પોરેશનની ટીમ કામગીરી આગળ વધારશે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, સુરત પાલિકાની ટીમ તો પાણીમાં બેસી ચૂકી છે. સુરત કોર્પોરેશન આ અંગે કોઈ કામગીરી કરતું નથી.
આ પણ વાંચોઃ Junior clerk exam paper leaked: ભાસ્કર સામે CBIએ ગુનો નોંધ્યો હોવા છતાં પરીક્ષા કેન્દ્ર યથાવત હતું
કામગીરી સામે સવાલઃ ગુજરાત હાઈકોર્ટે સોમવારે સુનાવણી કરતા કહ્યું હતું કે, મહાનગર પાલિકા આ કેસમાં કામગીરી બતાવે. જોકે, આ મામલે કોર્ટે પાલિકાનો ઉધડો લઈ લીધો છે. આ પહેલા રસ્તે રખડતા ઢોરને લઈને હાઈકોર્ટે આંખ લાલ કરી હતી. જેને લઈ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. જોકે,આ મામલે ગુજરાતના તમામ કોર્પોરેશને કામગીરી કરતા પશુ માલિકો સામે એક્શન લેવામાં આવ્યા હતા. ખાસ કરીને રસ્તે રખડતા પશુઓ કે જે ટ્રાફિકજામ કરે છે એ અંગે કોર્પોરેશને કાયદેસરના પગલાં લીધા હતા.