અમદાવાદ ગુજરાત હાઇકોર્ટમાં કેટલાય સમયથી પેન્ડિંગ રહેલી પીએસઆઇની ભરતીના મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટે સૌથી મોટો મહત્વનો આદેશ કર્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે પીએસઆઇ ભરતીમાં ખાતાકીય પ્રમોશનના વિવાદ પર સુનાવણી કરતાં 1200 પીએસઆઇની ભરતી પર રોક લગાવી દીધી છે.
મહત્વની ટકોર : મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં આજે જે પીએસઆઈ ભરતીને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી. તેમાં પીએસઆઇની ભરતી પર રોક લગાવતા ગુજરાત હાઇકોર્ટએ મહત્વની ટકોર કરી છે કે કોર્ટમાં પડતર અરજીનો જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી સરકારી ભરતી નહીં થાય. આ સાથે જ 6 અઠવાડિયામાં પડતર અરજીનો નિકાલ કરવા પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
શું છે સમગ્ર મામલો : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો 12 જૂન 2022ના રોજ પીએસઆઇની પરીક્ષા યોજાઈ હતી. જેમાં પીએસઆઇની પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ તેને પડકારતી અરજી હાઇકોર્ટમાં થઈ હતી. જેમાં પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના 60થી વધુ કોન્સ્ટેબલ દ્વારા પીએસઆઇની ભરતીમાં અનુભવના આધારે ભાગ લેવાની મંજૂરી માંગતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જોકે આ અરજીને હાઇકોર્ટે પણ માન્ય રાખી હતી તેમજ તેમને પીએસઆઇની ફિઝિકલ પરીક્ષા આપવા માટે છૂટ પણ દેવામાં આવી હતી.
આ પણ વાંચો PSI Recruitment : ગુજરાત હાઇકોર્ટ આપ્યો મોટો ચૂકાદો, જાણો શું છે સમગ્ર વિગતો
સિંગલ જજની બેંચમાં પેન્ડિંગ કેસ : જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અરજીને માન્ય રાખીને કોન્સ્ટેબલને પીએસઆઇની ફિઝિકલ પરીક્ષા દેવામાં છૂટ આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ફિઝિકલ પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી પણ ગુજરાત હાઇકોર્ટમાં કરાવવામાં આવી હતી. જોકે આ અરજી હાઇકોર્ટની સિંગલ જજની બેંચમાં પેન્ડિંગ રહ્યો હતો. હવે આ સમગ્ર મામલો અત્યારે ફરીથી વિવાદમાં આવ્યો છે.
એમટી વિભાગના કોન્સ્ટેબલોની અરજી : મહત્વનું છે કે 12 જૂનના રોજ પીએસઆઇની પરીક્ષા યોજાઈ હતી. તેમાં પરીક્ષા પહેલા થયેલી સુનાવણીમાં હાઇકોર્ટે પોલીસ ખાતાના એમટી સેક્શનમાં કામ કરતા કોન્સ્ટેબલને મેઈન પરીક્ષામાં બેસવાની છૂટ (MT Section Constable Main Exam)આપી હતી. અરજી કરનારા તમામ mt વિભાગના કોન્સ્ટેબલ દ્વારા આ અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે તેઓ પણ ઘણા બધા વર્ષોથી આજ વિભાગમાં કામ કરી રહ્યા છે. જેને કારણે તેમને પણ પીએસઆઇની પરીક્ષા આપવા દેવામાં આવે અને તેઓ આ પરીક્ષા આપવા માટે સંપૂર્ણ રીતે કાબેલ પણ છે.
આ પણ વાંચો કોન્સ્ટેબલો હવે શરૂ કરી દો તૈયારી, PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશન મામલે HCએ આપી મોટી રાહત
આ કારણે પીએસઆઈ પ્રમોશન પર પણ બ્રેક : કોન્સ્ટેબલો દ્વારા કરવામાં આવેલી આ અરજીને હાઇકોટૅ માન્ય રાખી હતી. હાઇકોર્ટે તેમને પીએસઆઇની ફિઝિકલ પરીક્ષા આપવા માટે છૂટ આપી હતી. પરંતુ ત્યારબાદ આ માંગ સાથે મુખ્ય પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવે તેવી અરજી દ્વારા કરવામાં આવતા અત્યારે બાકીના પીએસઆઇ પ્રમોશન ઉપર રોક લગાવી દેવામાં આવી છે.
6 સપ્તાહ સુધીમાં અરજીનો નિકાલ કરવાનો આદેશ : આ અરજી હાઇકોર્ટની સિંગલ જજની બેંચમાં પેન્ડિંગ છે ત્યારે આજે ડિવિઝનબેન કહ્યું હતું કે ,"તમે જલ્દીથી આ અરજીનો નિકાલ કરો. " આ સાથે આ સમગ્ર મામલે હવે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પીએસઆઇ મોડ 2ની ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવી છે અને 1200 પીએસઆઇની ભરતી પર રોક લાગી ગઇ છે. ખાતાકીય પ્રમોશનના વિવાદને લઈને કોન્સ્ટેબલ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમની પડતર અરજીઓનો નિકાલ ન થવાના કારણે ભરતી પ્રક્રિયા પર રોક લગાવવામાં આવતા હાઈકોર્ટે 6 સપ્તાહ સુધીમાં અરજીનો નિકાલ કરવાનો આદેશ પણ આપ્યો છે.