ETV Bharat / state

Gujarat High Court News : લાયસન્સવાળા હથિયારના વિવાદનો મામલો, હાઇકોર્ટેનું સરકારને નિયમોમાં સુધારો કરવા સૂચન - Licensed firearms

હથિયારોના લાયસન્સની રીન્યુઅલ અરજીઓ નામંજૂર થવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ થઇ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સરકારને હથિયાર પરવાનાના નિયમોમાં સુધારો કરવા સૂચન કરવામાં આવ્યું છે.

Gujarat High Court News : લાયસન્સવાળા હથિયારના વિવાદનો મામલો, હાઇકોર્ટેનું સરકારને નિયમોમાં સુધારો કરવા સૂચન

author img

By

Published : Mar 1, 2023, 7:44 PM IST

અમદાવાદ : લોકો પોતાના સ્વરક્ષણ માટે થઈને હથિયાર રાખતા હોય છે. આજકાલ વધી રહેલા ગુનાઓના કારણે દરેક વ્યક્તિ લાયસન્સવાળા હથિયાર રાખવા લાગ્યા છે. લાયસન્સ મેળવવા માટે થઈને સરકારના એવા ઘણા નિયમો છે જેમાંથી પસાર થવું પડતું હોય છે. સરકારના આવા જ નિયમોને કારણે આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. સરકારના લાયસન્સવાળા હથિયારો આપવાના જે નિયમો છે તેને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યા છે.

હથિયારનો પરવાનો એ હર કોઈ વ્યક્તિનો અધિકાર નથી : રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે, પરંતુ જે લોકો હથિયાર વાળા લાયસન્સ ધરાવે છે તેમનો ઘણીવાર ગેરઉપયોગ થતો હોય છે. આ સાથે જ સરકારે પોતાના હથિયારવાળા લાયસન્સ નિયમોમાં ફેરફાર કરવા જરૂરી છે તેવા પ્રકારની અરજીઓ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે અમે કોઈને પણ ગમે તે રીતે લાઇસન્સ આપતા નથી. ફિલ્ડ ઓફિસરને સંતોષ થાય તો જ પરવાનો આપવામાં આવે છે. હથિયારનો પરવાનો એ હર કોઈ વ્યક્તિનો અધિકાર નથી એવી પણ સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો Police Shot An Accesed: ખુલ્લેઆમ હથિયારો લઈને લોકોને ડરાવતા આરોપી પર પોલીસે કર્યો ગોળીબાર

અરજીને યોગ્ય કારણો વગર નામંજૂર કરી શકાય નહીં : આ મામલે સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટ દ્વારા સરકારને સવાલ કરવામાં આવ્યા હતા કે લાયસન્સવાળા હથિયારો રાખવા માટે જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લાઇસન્સવાળા હથિયારોની લઈને અરજીઓ આવી રહી છે. કોઈપણ અરજદારોની અરજીને યોગ્ય કારણો વગર નામંજૂર કરી શકાય નહીં. ટેકનિકલ કારણો આપીને અરજદારોની અરજીઓ નામંજૂર થઈ શકે નહીં એવી પણ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી.

7 માર્ચ સુધીમાં નિયમોમાં જરૂરી સુધારો કરવા જણાવ્યું : આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે સરકારને પરવાના અંગેના નિયમમાં સુધારા લાવવા જરૂરી છે એવી ટકોર કરવામાં આવી છે. 7 માર્ચ સુધીમાં નિયમોમાં જરૂરી સુધારો કરવા કોર્ટે સરકારને ટકોર કરે છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 8 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો વિધાનસભાની ચૂંટણીને લઈને અમદાવાદ પોલીસ થઈ સજ્જ, હથિયારને લઈને બહાર પાડ્યું જાહેરનામું

હથિયારોના લાયસન્સની રીન્યુઅલ અરજીઓ નામંજૂર : મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લાઇસન્સવાળા હથિયારના પરવાના માટેની અરજીઓ આવી રહી છે. જેમાં ઘણી અરજીઓમાં પહેલેથી લાયસન્સ ધરાવતા હથિયારોને ફરીથી રીન્યુઅલ કરવામાં ન આવતા આ અરજીઓ કરવામાં આવી છે. તો ઘણા કિસ્સાઓમાં લાયસન્સવાળા હથિયારનો ગેરઉપયોગ થઈ રહ્યો હોય. આવા હથિયારોની ઘણા લોકોને જરૂરત ના હોય તેમ છતાં પણ તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેવી અરજીઓ હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત હાઇકોર્ટમાં લાયસન્સવાળા હથિયારોનો વિવાદ ચાલી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.