ETV Bharat / state

Gujarat High Court : ગુજરાત હાઈકોર્ટે 40 જજોનું પ્રમોશન પાછું ખેચ્યું, 28 જજોને રાહત, સુપ્રીમ કોર્ટે લગાવી હતી રોક

ગુજરાતના વિવિધ જિલ્લા અદાલતના 68 જજોને પ્રમોશન આપવાના વિવાદમાં હવે ગુજરાત હાઇકોર્ટે 40 જજોનું પ્રમોશન પાછું ગયું છે. 28 લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે ગુજરાત હાઇકોર્ટે આ નોટિફિકેશન જાહેર કર્યું હતું. જેમાં 28 જજોને રાહત મળી છે.

Gujarat High Court : ગુજરાતના 68 જજોના પ્રમોશનના વિવાદનનો મામલો, હાઇકોર્ટ 28 જજોને આપ્યું પ્રમોશન

author img

By

Published : May 15, 2023, 10:28 PM IST

Updated : May 15, 2023, 10:47 PM IST

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં વિવિધ 68 જજોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જોકે હવે ગુજરાત હાઇકોર્ટે 68માંથી 40 જજોના પ્રમોશન રદ કરી દેવામાં આવ્યા છે અને 28ને રાહત આપવામાં આવી છે, એટલે કે 28 લોકોને પ્રમોશન મળ્યું છે. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે આજે એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 40 જજોની જૂની જે પોઝિશન હતી તે યથાવત રહેશે અને બાકીના 28 લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે.

શું છે સમગ્ર મામલો : આ સમગ્ર બનાવની વિગતો જોઈએ તો ગુજરાતના જિલ્લા અદાલતોમાં કુલ 68 જજની પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં 68 જજોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતિ મહેતા તેમણે આ પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવામાં આવ્યા છે. એમણે આ માર્ક્સમાં ક્વોટા આધારે સંપૂર્ણ માર્કસ મેળવવા હોવા છતાં પણ તેમને પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેથી આ તમામ બાબત અયોગ્ય છે.

કોર્ટે નોટિસ જાહેર કરી : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.આર. શાહે તમામ બાબતોની સુનાવણી બાદ આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યારબાદ કોર્ટે નોટિસ જાહેર કરી હતી. અમે હાઇકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. તેથી સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે.

પ્રમોશન પર રોક : આ સાથે જ સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ અરજીનો નિકાલ કર્યો હતો અને પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર હાઈકોર્ટે 40 જજોની પ્રમોશન પાછું થયેલું હતું અને 28 લોકોને હાલ પ્રમોશન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાત હાઇકોર્ટે ગુજરાતના 68 જજોને પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે આ પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. તેનો કાનૂની વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જ્યાં સુપ્રીમ કોર્ટે આ પ્રમોશન પર રોક લગાવી દીધી હતી.

Transgenders Toilets : ટ્રાન્સજેન્ડર માટે અલગ પબ્લિક શૌચાલયની માંગ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

PSI Recruitment Controversy : 1200 પીએસઆઇની ભરતી પર રોક લગાવતી ગુજરાત હાઇકોર્ટ

Gujarat IPS Officer: સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો

Last Updated : May 15, 2023, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.