સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા HC નારાજ, સરકારને લગાવી ફટકાર - હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાતપણે અમલ કરાવવા દાદ માગતી જાહેરહિતની (Public Interest Litigation in High Court) અરજી અંગે હાઈકોર્ટમાં (Gujarat High Court hearing) સુનાવણી થઈ હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે (Implement Gujarati language in Government Schools) રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શા માટે પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો કડકાઈથી અમલ કરાવી શકતી નથી.
અમદાવાદ દેશના અનેક રાજ્યોમાં સરકારી શાળાઓમાં માતૃભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આવું ન થતું હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાત પણે અમલ કરાવવા દાદ માગતી જાહેરહિતની અરજી (Public Interest Litigation in High Court) અંગે હાઈકોર્ટમાં (Gujarat High Court hearing) સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે પ્રાથમિક શાળાઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે પ્રાથમિક શાળાઓ ગુજરાતમાં સ્કૂલ ચલાવવી હોય તો ગુજરાતી ભાષા ફરજિયાતપણે ભણાવવાનો અમલ (Implement Gujarati language in Government Schools) કરવો પડશે.
વકીલે કરી રજૂઆત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાતપણે અમલ (Implement Gujarati language in Government Schools) કરાવવા દાદ માગતી જાહેરહિતની (Public Interest Litigation in High Court) રિટ અરજીમાં એડવોકેટ અર્ચિત પ્રકાશ જાનીએ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો જ પરિપત્ર હોવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવવામાં નથી આવતી. સરકારના પરિપત્ર અને નીતિનું ખૂલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. મોટા ભાગની ખાનગી શાળાઓ, અંગ્રેજી માધ્યમની શાળાઓ અને ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ જેવા કે, સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, એસજીબીએસઈ, સીઆઈસી વગેરેની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા નથી શિખવવામાં આવતી.
વાલીઓ ગુજરાતીથી દૂર વાલીઓ તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે, આના કારણે વિદ્યાર્થીઓને તેમની માતૃભાષાના બહુમૂલ્ય શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. એટલે વિદ્યાર્થીઓ અને પાલીઓ પણ માતૃભાષા ગુજરાતીથી દૂર થઈ રહ્યા છે.
અમલવારી કરાવવાની જવાબદારી સરકારની તો આ કેસમાં સરકાર તરફથી જવાબ રજૂ કરવા માટે સમય માગવામાં આવ્યો હતો, પરંતુ હાઈકોર્ટે (Gujarat High Court hearing) સરકારને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં માતૃભાષા ગુજરાતી તમામ પ્રાથમિક શાળાઓમાં ભણાવવાનો ખૂદ સરકારની જ નીતિ અને જાહેરનામું હોવા છતાં તમે કેમ અમલ (Implement Gujarati language in Government Schools) નથી કરાવી શકતા તે કહો. ખરેખર આ સરકારની જવાબદારી છે.