અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી પ્રગ્નેશ પટેલે હાઇકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. પ્રગ્નેશના વકીલે આજે રજૂઆત કરતા જણાવ્યું હતું કે પ્રગ્નેશ પટેલનો ગુનો જામીનલાયક છે. આઇપીસી 504 જામીનલાયક ગુનો બને છે, આ મામલે વધુ સુનાવણી 27 સપ્ટેમ્બરે થશે.
સુનાવણીમાં શું થયું : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી પ્રગ્નેશ પટેલે જામીન મેળવવા માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જસ્ટિસ એસ. વી. પિન્ટોની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. પ્રગ્નેશ પટેલના એડવોકેટ આઈ.એચ. સૈયદેે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પ્રગ્નેશ પટેલનો ગુનો જામીનલાયક છે. પ્રગ્નેશ પટેલ સામે આઇપીસીની કલમ 504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જે જામીનપાત્ર બને છે. માતાપિતા ઘટના સ્થળે ગયા, જ્યાં તેમના પુત્રને લોકો માર મારી રહ્યા હતાં. પુત્રને લઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને પોલીસને જાણ પણ કરી હતી.
27 સપ્ટેમ્બરે વધુ સુનાવણી : આ સમગ્ર મામલે આવતી મુદતમાં સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે. 27 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતાં. તે સમયે અકસ્માત કરનાર 20 વર્ષીય તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલે ઘટનાસ્થળે આવ્યા હતા. ઘટના સ્થળ પર હાજર લોકોને ધમકાવી અને રિવોલ્વર કાઢવાની ધમકી આપીને આરોપી તથ્યને ત્યાંથી હોસ્પિટલ લઈ ગયા હતા. પ્રગ્નેશ પટેલની પોલીસે લોકોને ધાકધમકી આપવાના ગુનામાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત કરાયો હતો.
પહેલાંની અરજી ફગાવી હતી : આ દરમિયાન પ્રગ્નેશે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ પ્રગ્નેશ પટેલે મોઢાના કેન્સરની સારવાર માટે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર વચગાળાની જામીન અરજી ફાઈલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે નિર્દેશ આપ્યો હતો. આ સારવારનો રિપોર્ટ 10 દિવસમાં કોર્ટને જમા કરાવવામાં પણ આવે એવો કોર્ટે આદેશ આપ્યો હતો. ત્યાર બાદ 23 ઓગસ્ટે પ્રગ્નેશ પટેલે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી.
સાબરમતી જેલમાં બંધ : અત્રે મહત્વનું છે કે, પ્રગ્નેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. પ્રગ્નેશ પટેલ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે. આરોપી તથ્ય પટેલ પણ સાબરમતી જેલમાં બંધ છે.
- Iskcon Bridge Accident Case: પ્રગ્નેશ પટેલને જેલ મેન્યુઅલ પ્રમાણે ઘરનું જમવાનું મળશે, કેસની વધુ સુનાવણી 1 સપ્ટેમ્બરે થશે
- Isckon Bridge Accident: અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન નામંજૂર કર્યા બાદ પ્રગ્નેશ પટેલ હવે વચગાળાના જામીન માટે અરજી કરશે
- Isckon Bridge Accident Case : આજે કેસ સેસન્સ કમિટ થયો, 24 તારીખે પિતાપુત્રને હાજર રાખવામાં આવશે