ETV Bharat / state

ફાયર સેફ્ટી અભાવ મુદ્દે અરજદારને પુરાવા રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ - પ્રાંજલ જીરાવાલાનું મોત

ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફટી એક્ટ (Fire Safty Act )ની અમલવારી અને અન્ય મુદ્દાઓ પણ જાહેર હિતની અરજી (PIL) નોંધાઇ છે. જેમાં આજે સુનાવણી (Gujarat High Court Hearing Fire Safty )હાથ ધરાઈ હતી.જેમાં કોર્ટે પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો. દરમિયાન શનિવારે શાહીબાગ ઓર્ચીડ બિલ્ડીંગમાં આગ ( Orchid Building Fire Case ) ની ઘટના બની હતી. જેમાં આગના કારણે તરુણીનું મોત (Girl Death in Fire ) થયાનો બનાવ ટાંકવામાં આવ્યો હતો.

ફાયર સેફ્ટી અભાવ મુદ્દે અરજદારને પુરાવા રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

author img

By

Published : Jan 9, 2023, 5:27 PM IST

અમદાવાદ અમદાવાદના શાહીબાગમાં 7 જાન્યુઆરીએ સવારે ઓર્ચીડ નામની બિલ્ડીંગમાં સાતમા માળે આગ ફાટી ( Orchid Building Fire Case )નીકળી હતી. આ આગમાં 17 વર્ષીય પ્રાંજલ જીરાવાલા ગંભીર રીતે દાઝી જતા મોતને ભેટી (Girl Death in Fire )હતી. ત્યારે આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટ સ્વયં સંજ્ઞાન એટલે કે સુઓમોટો લીધી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે વર્ષ 2023 ની પહેલી જાહેર હિતની અરજી હાઇકોર્ટે સુઓમોટો કરીને પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન તરીકે નોંધી છે. આ સાથે જ ફાયર સેફટી એક્ટ (Fire Safty Act )ની અમલવારી અને અન્ય મુદ્દાઓ પણ જાહેર હિતની અરજી (PIL) નોંધાઇ છે. ત્યારે આ સમગ્ર મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી (Gujarat High Court Hearing )હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો તંત્રની લાલ આંખ: ફાયર સેફ્ટી ન ધરાવતી 200થી વધુ મિલકતો સીલ

શાહીબાગ ઘટનાનું ઉદાહરણ કોર્ટ સમક્ષ રજૂ ફાયર સેફટીના અભાવ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી (Gujarat High Court Hearing )હાથ ધરાઈ હતી. તેમાં અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી. અરજદાર દ્વારા થોડા દિવસ પહેલા બનેલી અમદાવાદની શાહીબાગ ઘટનાનું ઉદાહરણ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું અને ફાયર સેફ્ટી(Fire Safty Act )ના બેદરકારીના મુદ્દે વધુ એક મોત થયું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું.

સરકારની કામગીરી ઉપર સવાલ અરજદાર દ્વારા કોર્ટમાં લોકોમાં ફાયર સેફટી(Fire Safty Act )નો અભાવ છે એવું પણ કહેવામાં આવ્યું હતું અને ફાયર સેફટીના અભાવના લીધે જ આવા બનાવો વધી રહ્યા છે. જોકે આટલા બધા બનાવો બનવા છતાં પણ સરકાર સામાન્ય રીતે હજુ કામગીરી કરી રહી છે અને સરકારની કામગીરી ઉપર સવાલ પણ ઉભા કરવામાં આવ્યા હતાં.

પુરાવા લાવવા જણાવાયું આ સમગ્ર મામલે હાઇકોર્ટ અરજદારને પુરાવા લાવવા કહ્યું છે. તેમ જ પુરાવાને રજીસ્ટરી ઓફિસમાં જમા કરાવવામાં આવે એવો કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો PIL in HC: અનુસૂચિત જાતિના લોકોની વાર્ષિક આવક મર્યાદા અંગે HCમાં જાહેરહિતની અરજી

શું હતી સમગ્ર ઘટના? શનિવારે અમદાવાદના શાહીબાગના ઓર્ચીડ ગ્રીન ફ્લેટના સાતમા માળે આગ ( Orchid Building Fire Case )લાગી હતી. આ આગમાં ઘરના બીજા વ્યક્તિઓ તો બચી ગયા હતાં પરંતુ 17 વર્ષની તરુણી પ્રાંજલ જીરાવાલા (Pranjal Jirawala Death )ઘટના સ્થળે જ મોતને ભેટી (Girl Death in Fire ) હતી.

મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ સુઈ ગઈ હતી તરુણી સમગ્ર ઘટના વિગતવાર જોઈએ તો પ્રાંજલ અહીં અમદાવાદમાં પોતાના કાકા કાકી સાથે રહેતી હતી. શનિવારે પ્રેક્ટીકલ પરીક્ષા હોવાથી આગલી રાતે જ તે મોડી રાત સુધી અભ્યાસ કર્યા બાદ સુઈ ગઈ હતી. પ્રાંજલની સાથે ઘરમાં તેના કાકી તમન્નાબેન અને કાકાના દીકરા યશ અને તનીશ પણ હતાં.

આગ લાગવાનો પ્રાંજલનો ફોન શનિવારે સવારે સાત વાગતા જ્યારે તમન્નાબેન પોતાના રોજિંદી દિનચર્યા મુજબ કામ કરવા લાગ્યા હતાં. ત્યારે દૂધવાળા ભાઈએ દૂધ આપતા તેમણે કહ્યું હતું કે, તમારા ઘરમાંથી બળવાની સ્મેલ આવી રહી છે આટલું કહેતા જ તમન્નાબેન ઘરમાં જોવા ગયાં હતાં. ત્યાં જ તેમના ઉપર પ્રાંજલ (Pranjal Jirawala Death )નો ફોન આવ્યો અને કહેવા લાગી કે મારા રૂમમાં આગ લાગી છે મને બહાર કાઢો.

આ પણ વાંચોઃ બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

ફાયરની ટીમ આવી આ સાંભળતાની સાથે જ તમન્નાબેન તેમના બે દીકરાને ઉઠાડીને પ્રાંજલના રૂમનો દરવાજો ખોલવા ગયા હતાં. જો કે ત્યાં આગ સીધી જ તેમના મોઢા પર આવી જતા તેઓ ગભરાઈ ગયાં હતાં. દરવાજો ખોલતાં સમગ્ર ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકો પણ ભેગા થઈ ગયાં હતાં. જેમાંથી કેટલાક ઘરના હોલમાં આવ્યાં પરંતુ આગને ધુમાડામાં કંઈ ન જોઈ શકવાના કારણે તેઓ કંઈ કરી પણ શકતા ન હતાં. ત્યાં સુધીમાં ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી.

પ્રાંજલ બચવા માટે બૂમો પાડવા લાગી ફાયર વિભાગની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. જો કે આગ વધુ સમય રહેતા પ્રાંજલ બચવા માટે થઈને તેના જ રૂમની નાની બાલ્કનીમાં જઈને લપાઈને બેસી ગઈ હતી. પરંતુ આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે આગની ગરમી સહન ન થતા પ્રાંજલ (Pranjal Jirawala Death )બચવા માટે બૂમો પાડવા લાગી હતી.

30 મિનિટનો સમય લાગી ગયો Fire ની ટીમ પોતાનું કામ તો કરી રહી હતી પરંતુ ઘરમાં જવાનો રસ્તો ન મળતા આઠમા માળેથી એક માણસને દોરડું બાંધીને સાતમા માળે ઉતારવામાં આવ્યો હતો. જો કે સાતમા માળે ફાયરના જવાનો દ્વારા આગ બૂઝાવવામાં આવી હતી. 30 મિનિટ સુધી જેટલો સમય આગ બૂઝાવામાં ગયો હતો ત્યારે પ્રાંજલ તેમને દાઝેેલી અને બેભાન અવસ્થામાં (Pranjal Jirawala Death )મળી આવી હતી.

આ પણ વાંચોઃ GPSC વર્ગ 1-2ની પરીક્ષા પૂર્ણ, નવસારીમાં 70 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર

ડોક્ટરે પ્રાંજલને મૃત જાહેર કરી ત્યારબાદ તરત જ પ્રાંજલને ફાયરના જવાનો દ્વારા 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે પ્રાંજલને મૃત જાહેર કરી (Girl Death in Fire )હતી. જોકે ત્યારબાદ પ્રાંજલનું સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ (Pranjal Jirawala Death )ઘરે લાવવામાં આવ્યો હતો.

આગનું કારણ હજુ પણ અકબંધ પોલીસ તપાસમાં અને એફએસએલની ટીમ આગ કયા કારણોસર લાગી તેની તપાસ હજુ પણ ચાલુ છે પરંતુ આગ કઈ રીતે ઘરમાં લાગી અને તેની તપાસ હજુ પણ ચાલુ છે પરંતુ હજુ સુધી પણ આગ કઈ રીતે લાગી તેનું કારણ અકબંધ છે. ફાયર સેફ્ટી(Fire Safty Act )ના અભાવના મુદ્દે જેમ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. તેમાં આ મામલે વધુ સુનાવણી (Gujarat High Court Hearing )આગામી સપ્તાહે હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.