ETV Bharat / state

Cryptocurrency Case : વેફર બનાવતી કંપનીના માલિક સામે FIR નોંધવા હાઈકોર્ટે આપ્યો આદેશ

ગુજરાત હાઈકોર્ટે ક્રિપ્ટો કરન્સીના કેસ મામલે વેફર્સ બનાવતી કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો છે. છેતરપિંડીનો આરોપ હોવા છતાં સાયબર ક્રાઇમે FIR નોંધાવતા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. આ મામલો સામે આવતા ફરી એક વખત વેફર બનાવતી કંપનીના માલિક ચર્ચામાં છે.

Cryptocurrency Case : બાલાજી વેફરના માલિક વિરાણી સામે FIR નોંધવા હાઈકોર્ટે આપ્યો આદેશ

author img

By

Published : Feb 25, 2023, 11:13 AM IST

Updated : Feb 25, 2023, 6:33 PM IST

અમદાવાદ : આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. જેમાં ક્રિપ્ટો કરન્સી પણ એક ડિજિટલ ચલણ ધરાવતું માધ્યમ છે. ત્યારે ક્રિપ્ટો કરન્સીના કેસને લઈને રાજકોટના વેફર બનાવતી કંપનીના માલિક સામે ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. ક્રિપ્ટો કરન્સીન કેસના મામલે વેફર્સ કંપનીના માલિક અને ઠેકા કાફેના માલિક સામે છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. છેતરપિંડી થઈ હોવા છતાં રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા તેમની સામે FIR નો નોંધાવતા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો? : સમગ્ર કેસની વાત કરવામાં આવે તો, રાજકોટમાં રહેતા કિશન દિલીપભાઈ પુજારાએ છ મહિના પહેલા ભૃગેશ વિરાણી, ભાવિન વીંછી, GST ઓફિસરના પુત્ર મિલન પોરીયા અને અન્ય લેભાગુ તત્વો સાથે મળીને અરજદાર વિરુદ્ધ ક્રીપ્ટો કરન્સી દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ સાથે જ ક્રિપ્ટો કરન્સી દ્વારા રિઝર્વ બેંકની કોઈપણ જાતની પરમિશન લીધા વિના વહીવટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો : Gir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા

આરોપીઓ સામે કાર્યવાહી : કિશન પુજારાને તેની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવતા જ તેને ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ લખાવ્યાને છ મહિના થઈ ગયા હોવા છતાં પણ સાયબર ક્રાઇમ દ્વારા આરોપીઓ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ અંગે કિશન પુજારાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી. આ સાથે જ રાજકોટની પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Defamation Cases : રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસ, ગુજરાત હાઇકોર્ટમાં મેટ્રો કોર્ટના હુકમને પડકારતી કરી અરજી

ક્રિપ્ટો કરન્સી એટલે શું? : ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. જે ડિજિટલ અથવા તો વર્ચ્યુઅલ રીતે અસ્તિત્વમાં છે. ક્રિપ્ટો કરન્સી એ પેમેન્ટ માટે બેંક પર આધાર રાખતી નથી. આની સિસ્ટમ પીઅર ટુ પીઅર હોય છે. ક્રિપ્ટો કરન્સીએ ઓનલાઇન ડેટાબેઝમાં માત્ર ડિજિટલ એન્ટ્રી તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ સિસ્ટમ દ્વારા જે પણ લેવડદેવડ થતી હોય છે. તેનો રેકોર્ડ ખાતાવહીમાં આવે છે. તેટલા માટે જ ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ વોલેટનું એક મોટું ઉપયોગી અને સુરક્ષા વાળું ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને રાજકોટ સાયબર ક્રાઇમને નોટિસ ફટકારી છે. તેમજ FIR નોંધી યોગ્ય કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે. સાથે જ આ કેસ મામલે જે પણ આરોપીઓ છે તે તમામ સામે કાર્યવાહી કરવાના પણ હાઇકોર્ટે આદેશ આપ્યા છે.

Last Updated : Feb 25, 2023, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.