અમદાવાદ: દુષ્કર્મ કેસના આસારામને ફટકારેલી આજીવન કેદની સજા ઉપર રોક લગાવવા માટે ગુજરાત હાઇકોર્ટ નો સંપર્ક કર્યો છે. આસારામ દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં રજૂઆત કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે બે માંગણીઓ કરવામાં આવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આપેલો ચુકાદો ભૂલ ભરેલો છે. તેમજ બીજી તરફ જે સજા કરવામાં આવી છે તે સજા ને મોકૂફ રાખવાની માંગણી કરવામાં આવી છે. આ અરજીમાં તે માટેનું કારણ જણાવવામાં આવ્યું છે કે નાદુરસ્ત તબિયત અને વધતી જતી ઉંમરના કારણે તેમની સજા ઉપર રોક લગાવવામાં આવે. મહત્વનું છે કે, આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટમાં હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad Crime: ખાલીસ્તાનના નામે મેસેજ મોકલવાના કેસમાં નવો ખૂલાસો, આરોપીનું ખૂલ્યું દુબઈ કનેક્શન
શું છે સમગ્ર કેસ?: વર્ષ 2013 માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે તેના જ આશ્રમમાં રહેતી સેવિકાએ દુષ્કર્મ નો આરોપ લગાવ્યો હતો. જેમાં સુરતની બે બહેનોએ દુષ્કર્મ ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અ કુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ દાખલ કરી હતી. વર્ષ 2001 માં સુરતની બે યુવતીઓ દ્વારા આસારામ સહિત તેમના પુત્ર નારાયણ સાઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો જ્યારે તારીખ 6 ઓક્ટોબર 2013 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટના વર્ષ 2001માં બની હતી.
આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ: સુરત પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર બનાવ આસારામના અમદાવાદ સ્થિત મોટેરા ખાતેના આશ્રમમાં બન્યો હોવાથી આ ફરિયાદને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આ સમગ્ર કેસ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ સમગ્ર કેસમાં સરકાર વતી 55 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Vadodara Crime: હોળીની રજા માણવા ગયેલા ITM કૉલેજના ડ્રાઈવરનો મળ્યો મૃતદેહ, રહસ્ય ગૂંચવાયું
હાઇકોર્ટ શું નિર્ણય સંભળાવશે: આ કેસ અંતર્ગત ગાંધીનગર સેશન્સ કોર્ટે સુરતમાં દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આ મામલે કોર્ટે તમામ મુદ્દાઓનું અવલોકન કર્યું હતું. તમામ સાક્ષીઓ અને તમામ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે આ કેસમાં ચુકાદો આપતા પીડીતાને 50000ની આર્થિક આપવા પણ હુકમ કર્યો હતો. ગાંધીનગર કોર્ટે આપેલા આ ચુકાદા સામે હવે આસારામે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે મહત્વનું છે કે, આગામી સમયમાં આ મામલે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ શું નિર્ણય સંભળાવે છે તે મહત્વનું બની રહેશે.