ETV Bharat / state

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટ ભાવનગરના RTI કાર્યકર પર હુમલો કરનાર 8 લોકોને નિર્દોષ રીતે છોડ્યા - આરટીઆઇ કાર્યકર પર હુમલો

ગુજરાત હાઇકોર્ટે ભાવનગરના આરટીઆઇ કાર્યકર અમરાભાઇ બોરીચા પર હુમલો કરનાર 8 લોકોને નિર્દોષ રીતે છોડી મૂક્યા છે. હાઇકોર્ટ ભાવનગર સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલા હુકમને યથાવત રાખ્યો હતો. આ સાથે જ અમરાભાઇ દ્વારા કરવામાં આવેલી અપીલને પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

Gujarat High Court : ગુજરાત હાઇકોર્ટ ભાવનગરના RTI  કાર્યકર પર હુમલો કરનાર 8 લોકોને નિર્દોષ રીતે છોડ્યા

author img

By

Published : Mar 8, 2023, 7:34 PM IST

અમદાવાદ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ભાવનગરના આરટીઆઇ એક્ટિવિસ્ટ અમરાભાઇ બોરીચા પર 2009માં આઠ વ્યક્તિઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. વર્ષ 2009 માં આરોપીઓ તેમના ઘરની પાછળ કાંટાની બાઉન્ડ્રી બનાવતા હતા ત્યારે તેમણે આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઇને તેમની સામે કથિત આરોપીઓ દ્વારા અમરાભાઈને હથિયારો સાથે ધમકી આપી હતી અને જાતિવાદી અપશબ્દો કહ્યા હતા.

ભાવનગર કોર્ટે 2012માં આરોપીઓને નિર્દોષ રીતે છોડ્યા હતા : આ ઘટના બાદ અમરાભાઇ બોરીચાએ ફરિયાદ દાખલ કરી હતી અને આ સમગ્ર કેસ ભાવનગર કોર્ટ માં ચાલ્યો હતો .જ્યાં ભાવનગર કોર્ટે 2012માં તમામ આરોપીઓને નિર્દોષ રીતે છોડી મૂક્યા હતા. આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ 2013 માં હાઇકોર્ટ સમક્ષ ફોજદારી અપીલ દાખલ કરવામાં આવી હતી.

હાઇકોર્ટે બોરીચાની આ અરજીને ફગાવી દીધી હતી : આ સમગ્ર કેસની સુનાવણી બાદ હાઇકોર્ટે બોરીચાની આ અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ આર.એમ સરીનનની ખંડપીઠે મહત્વનું અવલોકન કર્યું હતું કે, બોરીચાએ આરોપીઓ સામે બદલો લેવા માટે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાની સંભાવના છે. બોરીચા દ્વારા કથિત ઘટનાના બે અઠવાડિયાથી વધુ સમય પછી તેમની ફરિયાદ નોંધાવી હતી અને આનું કારણ પૂછવામાં આવતા પણ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.

આ પણ વાંચો : Gujarat High Court News : લાયસન્સવાળા હથિયારના વિવાદનો મામલો, હાઇકોર્ટેનું સરકારને નિયમોમાં સુધારો કરવા સૂચન

આરોપીઓ સામે તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા : આ ઘટના બની હતી તે જગ્યા બોરીચાની નહીં, પરંતુ આરોપીઓની હતી તેમજ ત્યાં તેઓ તેમના ઢોરને બાંધવા માટે થઈને કાંટાની વાડ બનાવી રહ્યા હતા. એટલું જ નહીં જે વ્યક્તિઓ જોડે તેમણે બોલાચાલી થઈ હતી તેમાં આરોપીઓ સામે તેઓ ચૂંટણીમાં હારી ગયા હતા અને તેનો ગુસ્સો રાખીને તેમણે એફઆઇઆર નોંધાવી હતી.

આ પણ વાંચો : Gujarat High Court News : કેમિકલ કંપનીઓ સામે કોઈ પગલાં ન લેતા જીપીસીબી સામે હાઇકોર્ટે લાલ આંખ કરી

કોર્ટે તેના ચુકાદામાં અવલોકન કર્યું હતું : ફરિયાદી અને સાક્ષીઓની તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે, ફરિયાદીએ અનેક વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટીની અનેક ફરિયાદો પણ નોંધાવી હતી. ફરિયાદી આરોપીઓ સામે ચૂંટણી હારી ગયા અને એવી તમામ શક્યતાઓ છે કે આરોપીઓ સાથે વેર રાખવા માટે થઈને તેમણે આ ફરિયાદ દાખલ કરી હતી તેવું કોર્ટે તેના ચુકાદામાં અવલોકન કર્યું હતું. હાઇકોર્ટના આ મહત્વના અવલોકન સાથે જ આરટીઆઈ કાર્યકર અમરાભાઇ બોરીચા દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી અને આઠ લોકોનો નિર્દોષ રીતે છૂટા કર્યા હતા. મહત્વનું છે કે વર્ષ 2021 માં અમરાભાઇ બોરીચાની પોલીસ સુરક્ષા કર્મીઓની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.