અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે ફરજ બજાવશે. હજી એક વર્ષ પહેલાં જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ભલામણ કરવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર સુપ્રીમ કોર્ટ જશે.
આ પણ વાંચો Morbi Bridge Collapse : ઓરેવા કંપનીની પીડિતાઓને વળતરમાં રાહતની માંગને હાઇકોર્ટે ફગાવી
કર્ણાટક હાઈકોર્ટના પણ રહી ચૂક્યા છે જજઃ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો જન્મ 14 જુલાઈ 1962ના રોજ થયો હતો. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે 13 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાત હાઇકોર્ટનો કાર્યભાર સંભાળ્યો હતો. તેની પહેલા તેઓ કર્ણાટક હાઈકોર્ટના જજ રહી ચૂક્યા હતા.
ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનો અનુભવઃ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે શરૂઆતમાં સિવિલ કોર્ટ, મેજિસ્ટ્રેટ કોર્ટ, અપીલ ટ્રિબ્યૂનલમાં લગભગ 4 વર્ષ સુધી પોતાની સેવા આપી હતી. ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં વકીલાત કરી હતી. વર્ષ 1999માં કર્ણાટક હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના વધારાના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2002માં પ્રાદેશિક ડાયરેક્ટ ટેક્સ એડવાઈઝરી કમિટીના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. તેમણે ઈન્કમ ટેક્સના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ સેવા આપી હતી. તો વર્ષ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે પણ તેમને નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Morbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે
વર્ષ 2021માં બન્યા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસઃ વર્ષ 2009માં જસ્ટિસ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ બનાવવામાં આવ્યા હતા. તેમ જ વર્ષ 2012 સુધીમાં તેમને કાયમી જજ બનાવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2009થી લઈને 2021 સુધી તેમણે કર્ણાટક હાઈકોર્ટમાં સેવા આપી હતી. ત્યારબાદ વર્ષ 2021માં તેમને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયૂક્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટને ટૂંક સમયમાં મળશે નવા CJ: ના ચીફ જસ્ટિસ તરીકે અરવિંદ કુમારને એક વર્ષ પૂર્ણ થતા જ હવે તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ માટે કોલેજિયમે 2 જસ્ટિસ માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી. તેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું. ગુજરાત અને અલ્હાબાદના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક આપવા કોલેજિયમે કેન્દ્ર સરકારને ખાસ ભલામણ કરી હતી. જોકે, હવે ગુજરાતને હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ ટૂંક સમયમાં જ મળે તેવું કહેવામાં આવી રહ્યું છે.