અમદાવાદ: ગુજરાત વેપાર-વણજ અને સાહસ માટે દુનિયાભરમાં વખણાય છે. વિશ્વનો કોઈ એવો ખૂણો નહી હોય કે જ્યાં ગુજરાતી ન પહોંચ્યો હોય. એટલા માટે તો કહેવત કહેવાઈ છે કે ‘જ્યાં જયાં વસે ગુજરાતી ત્યાં (Gujarat Sathapna divas 2022)સદાકાળ ગુજરાત.’ ગુજરાતી પારકાને પોતાના કરી નાંખે અને મૂડીરોકાણમાં ગજબની હિંમત દાખવે તે ગુજરાતી. આવા સાહસિક ગુજરાતીઓએ એવી પહેલ કરી છે કે ગુજરાતને દેશ અને દુનિયાના (gujarat foundation day 2022)નકશામાં મુકી દીધો છે. આથી જ ગુજરાતીઓને વિશ્વના દેશના લોકો સમ્માનની (Gujarat Day 2022)નજરે જોવે છે. આવા પાંચ ગુજરાતી અંગે આપણે જાણીશું.
(1)મોહનદાસ કરમચંદ ગાંધી - મોહનદાસ કરમચંદ ગાંધીનો (Mohandas Karamchand Gandhi)જન્મ ઈ.સ.1869ના બીજી ઓકટોબરે કરમચંદ ગાંધીને ત્યા પોરબંદરમાં થયો હતો. ઘણી નાની ઉંમરમાં કસ્તરુબા સાથે લગ્ન થયાં હતાં. મેટ્રિક સુધીનો અભ્યાસ ભારતમાં પૂર્ણ કરી મોહનદાસ ઇંગ્લેન્ડ ગયા હતા, ત્યા તેમને કાયદાઓનુ શિક્ષણ મેળવ્યુ. વકીલ થયા પછી દક્ષિણ આફ્રિકામાં વકીલાત શરૂ કરી,એ સમયે આફ્રિકામાં કાળાગોરાના ભેદભાવ સામે તેમણે સત્યાગ્રહ કર્યો હતો.
અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી હતી - આફ્રિકાથી બાપુ ભારત પાછા ફર્યા. સ્વરાજ્ય માટે અંગ્રેજો સામે અહિંસક લડત શરૂ કરી. અમદાવાદમાં સાબરમતી કિનારે આશ્રમ બનાવી તેઓ ત્યા રહ્યા. મીઠા પર અંગ્રેજોએ કર નાખ્યો, આ માટે તેમણે સત્યાગ્રહ આદર્યો. આ કાયદાનો ભંગ કરવા સાબરમતી આશ્રમથી દાંડીકૂચ યોજી. દાંડીકૂચના પ્રારંભમાં તેમણે પ્રતિજ્ઞા લીધી, ”સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરૂ”. દાંડીકૂચ પછી અંગ્રેજો સામે ઘણા લડતના પ્રસંગો પાર પાડ્યા અને 1942માં અંગ્રેજોને પડકાર કર્યો, “ભારત છોડો’ આ આંદોલન ખૂબ મહત્વનું રહ્યું. એ સમયે ગાંધીજીને અને અનેક ક્રાન્તિકારી નેતાઓને અંગ્રેજોએ જેલમાં પૂરી દીધા હતા. ગાંધીજીની આઝાદીની ચળવળથી આખરે અંગ્રેજોએ ભારત છોડ્યુ અને ઈ.સ. 1947ના ઓગસ્ટ મહિનાની 15 તારીખે આપણને આઝાદી મળી. અહિંસક લડત લડીને દેશને આઝાદી અપાવી તેથી તેઓ મહાત્મા ગાંધી બની ગયા અને ભારતના રાષ્ટ્રપિતા બન્યા.
આઝાદી માટે અહિંસક રીતે લડત આપી - ઈ.સ. 1948ના જાન્યુઆરી મહિનાની 30 તારીખે બાપુ સાંજની પ્રાથના માટે જઈ રહ્યા હતા. ત્યારે નાથુરામ ગોડસેએ તેમને ગોળી મારીને તેમની હત્યા કરી. જ્યારે ગોળી વાગી ત્યારે બાપુને મુખમાંથી છેલ્લો શબ્દ “હે રામ” નીકળ્યો હતો. આમ દેશની આઝાદી માટે અહિંસક રીતે લડત આપનાર અને મહત્વનું યોગદાન આપનાર ગાંધીજીના મહાન કાર્યોને આજે આપણે પણ યાદ કરીએ છીએ.
(2) સરદાર વલ્લભભાઈ પટેલ - સરદાર વલ્લભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel)વાસ્તવિક જન્મ તારીખ ઔપચારિક નોંધાઈ ન હતી. પરંતુ, મેટ્રિકની પરીક્ષાના પેપર મુજબ તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં થયો હતો. તેમનો જન્મ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઇ પટેલ અને માતાનું નામ લાડબા હતું. વલ્લભભાઇ પટેલને પાંચ ભાઇ– બહેન હતા.
565 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું - સરદાર પટેલ બેરિસ્ટર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખૂબ સક્રિય સભ્ય હતા. સરદાર વલ્લભભાઇ પટેલ એક ભારતીય રાજકારણી હતા, જેમણે ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ મહાત્મા ગાંધીના અહિંસાના મંતવ્યથી ખૂબ પ્રભાવિત હતા. તે ગાંધીના સિધ્ધાંતોના પ્રખર અનુયાયી હતા. તેમણે બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા મેળવવા માટે ભારતીય જનતાની એકતાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ભારત એકીકરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કારણ કે સરદાર પટેલે ભારતના 565 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આથી તેઓ સરદાર તરીકે ઓળખાયા હતા.
ભારત રત્નનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજવામાં આવ્યા - સરદાર પટેલ ભારતનાં આયર્ન મેન (લોખંડી પુરૂષ), યુનીફાયર ઓફ ઈન્ડિયા, વગેરે જેવા નામથી જાણીતા થયા હતા. 2014થી તેમની જન્મજયંતી 31 ઓક્ટોબર “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. 31 ઓક્ટોબર 2018 તેમની જન્મજયંતીના દિવસે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યુ હતું અને રાષ્ટ્રને સમર્પિત કરવામા આવ્યું હતું. જે “સ્ટેચ્યૂ ઓફ યૂનિટી” તરીકે ઓળખાય છે, ગુજરાત રાજ્ય સ્થિત આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર છે. 1991માં તેમને મરણોત્તર ભારતીય પ્રજાસત્તાક – ભારત રત્નનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 1950ના ઉનાળામાં અચાનક તેમની તબીયત બગડતા તેમને ભારે હાર્ટ એટેક આવ્યો અને 15 ડિસેમ્બર 1950ના રોજ બોમ્બેના બિરલા હાઉસ ખાતે તેમનું અવસાન થયું હતું. અખંડ ભારતના નવનિર્માતાને આજે પણ ગુજરાત વંદન કરે છે.
(3) ધીરુભાઈ અંબાણી - ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર, 1932ના રોજ જૂનાગઢના ચોરવાડ ગામે થયો હતો. અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતાં મોઢ વણિક હિરાચંદ ગોરધનભાઈ અંબાણી અને જમનાબહેનના ઘેર ધીરુભાઈનો જન્મ થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ગયા હતા, અને માત્ર રૂપિયા 300ના પગારથી એ. બીસ એન્ડ કું.મા કામ કર્યું હતું. ત્યાં તેમને બઢતી મળી અને તેઓ ખૂબ ઝડપથી આગળ વધ્યા હતા. કોકિલાબહેન સાથે લગ્ન થયા અને તેમને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નીનાઅને દિપ્તી થઈ હતી.
રીલાયન્સની શરૂઆત કરી - 1962માં ધીરુભાઈ એડનથી પાછા ભારત આવ્યા અને રીલાયન્સની શરૂઆત કરી હતી. તે વખતે તેમણે પોલિયસ્ટર યાર્નની આયાત અન મસાલાની નિકાસ શરૂ કરી હતી. આજે આ રીલાયન્સ અનેક સેકટરમાં કામ કરી રહી છે, અને આજે વટવૃક્ષ બની ગઈ છે. દુનિયામાં આજે રીલાયન્સનું નામ છે. બિલિયોનરની યાદીમાં મુકેશ ધીરુભાઈ અંબાણીનું નામ છે. શેરબજાર પર ધીરુભાઈની રીલાયન્સનું વર્ચસ્વ સ્થપાયું છે. રીલાયન્સ ગ્રુપના બે ભાગલા પડ્યા અને આજે રીલાયન્સ ગ્રુપનો વહીવટ મુકેશભાઈ અંબાણીના હાથમાં છે.
રીલાયન્સ જુથે કરોડો લોકોને રોજગારી આપી - ધીરુભાઈનું હ્દય રોગના હૂમલાને કારણે તેઓને પેરાલિસિસનો એટેક આવ્યો હતો, એક અઠવાડિયાથી વધારે સમય સુધી તેઓ બેભાન રહ્યા હતા, અને 6 જુલાઈ, 2002ના રોજ તેમનું અવસાન થયું હતું. ધીરુભાઈએ માત્ર રૂપિયા 15,000ના રોકાણથી રીલાયન્સ શરૂ કરી હતી. તેમના અવસાન સમયે રીલાયન્સનું ટર્નઓવર રૂપિયા 75,000 કરોડ હતું. આજે તેનું ટર્નઓવર અબજોમાં થાય છે. રીલાયન્સ જુથે કરોડો લોકોને રોજગારી આપી છે. રીલાયન્સ જુથે ભારત સહિત વિદેશમાં પણ કરોબાર કરીને ખ્યાતિ મેળવી છે.
(4) નરેન્દ્ર દામોદરદાસ મોદી - નરેન્દ્ર મોદીનો જન્મ એક મધ્યમવર્ગના હિન્દુ કુટુંબમાં મહેસાણાથી 34 કિલોમીટર દૂર વડનગર ગામે થયો હતો. દામોદરદાસ મુલચંદ મોદી અને પત્ની હીરાબહેનના છ સંતાનો પૈકી આ ત્રીજુ સંતાન હતું. તેઓ નાનપણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. તેઓ ધાર્મિક અને મહાદેવના ભક્ત છે. 17 વર્ષી ઉંમરે ઘરનો ત્યાગ કર્યો હતો. તેમને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. તેમણે ગુજરાત યુનવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સની પદવી હાંસલ કરી હતી. 1998માં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી. 2001માં ગુજરાતમાં મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ રાજીનામું આપ્યું પછી 7 ઓકટોબર, 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યાર પછી તેઓ સતત ચૂંટણી જીતતા આવ્યા. 2012માં જંગી બહુમતી મળી હતી. અને ચાર વખત મુખ્યપ્રધાન રહ્યા. તેઓ ગુજરાતમાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યપ્રધાન બની ગયા હતા.
કચ્છનો રણોત્સવ શરૂ કરીને વિશ્વને સફેદ રણ બતાવ્યું - ગુજરાતમાં તેમણે વિકાસના અનેક કામો કર્યા અને અનેક નવી યોજનાનો અમલ કર્યો, જેથી દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા થઈ અને વાઈબ્રન્ટ ગુજરાતથી વિદેશી રોકાણ ગુજરાતમાં લાવ્યા, ગુજરાતની નવરાત્રિ અને પંતગોત્સવને દુનિયા સમક્ષ લઈ ગયા. કચ્છનો રણોત્સવ શરૂ કરીને વિશ્વને સફેદ રણ બતાવ્યું. સરદાર પટેલની 182 મીટર સૌથી ઊંચું સ્ટેચ્યૂ બનાવ્યું. આવા અનેક કામો કરીને નરેન્દ્ર મોદીએ પ્રજાની લોકચાહના મેળવી હતી. યાત્રાધામોનો વિકાસ કરીને પણ નવો રાહ બતાવ્યો હતો.
ગુજરાતને નવી ઓળખ આપી - 2014માં નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. વડાપ્રધાન બન્યા, પછી 2019માં પણ લોકસભાની ચૂંટણી સ્પષ્ટ બહુમતી સાથે જીત્યા. અને ફરીથી વડાપ્રધાન બન્યા હતા. હવે નરેન્દ્ર મોદી 2024ની તૈયારીઓમાં લાગી ગયા છે. વડાપ્રધાન બન્યા તે કાર્યકાળમાં 370મી કલમ હટાવી, જૂના કાયદા રદ કર્યા, ત્રિપલ તલાક કાયદો રદ કર્યો, અયોધ્યામાં રામ મંદિર બાંધવાનું શરૂ કરાવ્યું, આવા અનેક રીમાર્કેબલ કામ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી સંબધો અંગે પોતાની નવી નીતિ અપવાની છે, જેના દુનિયભરમાં વખાણ થયા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી તેમણે ગુજરાતને નવી ઓળખ આપી છે.
(5) ગૌતમ અદાણી - ગૌતમ શાંતિલાલ અદાણીનો જન્મ 24 જૂન, 1962ના રોજ જૈન પરિવારમાં અમદાવાદમાં થયો હતો. તેઓ સાત ભાઈ બહેન છે. ગૌતમભાઈએ પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં લીધુ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક થવા પ્રવેશ મેળવ્યો હતો. પણ કોલેજના બીજા વર્ષ દરમિયાન જ અભ્યાસ અઘૂરો છોડ્યો હતો. 1988માં તેમણે અદાણી ગ્રુપની સ્થાપના કરી હતી, તેમણે પોર્ટ, ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસ, કોલસો વિગેરે ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કર્યો હતો.
ગુજરાતનું નામ રોશન કરનાર ગૌતમ અદાણી - અદાણી ગ્રુપે 1995માં સૌપ્રથમ પોર્ટની સ્થાપના કરી અને હાલ આ કંપની દેશની મોટી મલ્ટી પોર્ટ ઓપરેટર કંપની બની ગઈ છે. જેની ક્ષમતા પ્રતિવર્ષ લગભગ 210 મિલિયન ટન કાર્ગો સંભાળવાની છે. 1996માં અદાણી ગ્રુપે અદાણી પાવર લિમિટેડની શરૂઆત કરી હતી, હાલ અદાણી પાવરે 4620 મેગાવોટની ક્ષમતા ધરાવતો થર્મલ પાવર પ્લાન્ટ છે, જે દેશનો સૌથી મોટો ખાનગી થર્મલ પાવર ઉત્પાદન કરતો પ્લાન્ટ છે. 2009થી 2012 દરમિયાન ક્વીન્સલેન્ડમાં કોલસાની ખાણો અને ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઈન્ટ પોર્ટને હસ્તગત કરી છે. 2021માં અદાણી ગ્રુપની કંપનીની આવક 92.2 અબજ યુએસ ડૉલર છે. અદાણી ગ્રુપે પોતાનો વ્યવસાય અનેક સેકટરમાં વિસ્તાર્યો છે. એરપોર્ટ સંચાલન અને હવે તે મીડિયા ક્ષેત્રે પણ પ્રવેશી રહ્યું છે. આમ કરોડો લોકોને રોજગારી પુરી પાડી રહ્યું છે, અને વિદેશી હૂંડિયામણ રળી લાવવામાં અદાણી જૂથનો ખૂબ મોટો ફાળો છે. ગુજરાતનું નામ રોશન કરનાર ગૌતમ અદાણી ગ્રુપ હજી વધુ વિસ્તરણ કરી રહી છે.