ETV Bharat / state

Ips Officer Defamation: IPS અધિકારીને બદનામ કરવા મામલો, આરોપીએ ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં કરી અરજી

ગુજરાત રાજ્યના પૂર્વ આઇપીએસને ખોટી રીતે ફસાવવા મામલે ગુજરાત એટીએસ દ્વારા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આ આરોપીઓએ ફરિયાદ રદ કરાવવા માટે થઈને હાઇકોર્ટમાં અરજી કરી છે.

અરજી
અરજી
author img

By

Published : Mar 1, 2023, 8:54 PM IST

અમદાવાદ: થોડા સમય પહેલા ગુજરાતના પૂર્વ આઇપીએસ અને નિવૃત્ત બીજેપીને ખોટી રીતે બદનામ કરવાના અને ફસાવવાના કેસમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હવે આ આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એટીએસએ કરેલી ફરિયાદને રદ કરવા માટે થઈને અરજી કરી છે.

આરોપીએ ફરિયાદ રદ કરવા અરજી કરી: ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ અરજીનો સ્વીકાર કરતા હાઇકોર્ટે રાજ્ય સરકાર અને એટીએસના વડા એસ.કે ઓડેદરાને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે હાલમાં આ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સાબરમતી જેલમાં બંધ છે. ત્યારે હવે એટીએસ દ્વારા કરવામાં આવેલી આ અરજીને રદ કરવા માટે થઈને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો? : ગુજરાતના નિવૃત ડીજીપી અને પૂર્વ આઇપીએસ અધિકારીને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવા માટે થઈને પાંચ જેટલા વ્યક્તિએ પૂર્વ આઇપીએસ અધિકારી વિરુદ્ધ કાવતરું રચ્યું હતું. આ તમામ ઘટનામાં બીજેપીના ઓબીસીના મોરચાના સ્થાનિક નેતાઓ અને બે પત્રકારો આ ષડયંત્ર રચ્યું હતું તેવી વિગતો સામે આવી હતી. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને નિવૃત્ત બીજેપીને ખોટી રીતે બદનામ કરવા માટે એક મહિલાનું ખોટું સોગંદનામુ કરાવવાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચો: Ips Officer Defamation: IPS અધિકારીને બદનામ કરવા મામલો, દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાએ બે લોકો સામે નોંધાવી ફરિયાદ

બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું કાવતરું: આ વિગતો સામે આવતા જ ગુજરાત એટીએસએ તરત કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધી હતી. ગુજરાત એટીએસ દ્વારા પાંચ લોકોને આમાં ઝડપીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપના સ્થાનિક નેતાઓ અને પત્રકારોએ મળીને અધિકારીને એક મહિલા સાથે ખોટું કામ કર્યું હોવાનું ખોટું સોગંદનામુ કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. આ સાથે એફિડેવિટ વાઇરલ કરવા માટે બે પત્રકારોને પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી. પૈસા લઈને આ તમામ વિગતો અખબારમાં પ્રકાશિત કરવા માટે થઈને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું.

ભાજપના સ્થાનિક નેતા મુખ્ય સૂત્રધાર: ભાજપના સ્થાનિક ઓબીસી નેતા જી. કે પ્રજાપતિ આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હોવાની વિગતો સામે આવી હતી. એટીએસ દ્વારા આ તમામ લોકોને ધરપકડ કરી હતી. એટીએસ દ્વારા તપાસ દરમિયાન વિગતો સામે આવી હતી .જેમાં પૂર્વ આઇપીએસ અધિકારી પાસેથી પૈસા લેવા બાબતે એક મહિલા પાસે દુષ્કર્મની ખોટી એફીડેવિટ દાખલ કરાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad Crime News : આંબલીમાં બિલ્ડર ઓફિસ લૂંટના આરોપીઓ ઝડપાયા, આવ્યાં'તાં કરોડો લૂંટવાનો પ્લાન લઇને પણ...

મહિલાના નામે ખોટું સોગંધનામું: ઈસ્માઈલ મલેક નામનો એક વ્યક્તિ મહિલાને ચાંદખેડા લઈ ગયો હતો અને તારે અધિકારીઓના સંપર્કમાં રહેવું પડશે તેવું કહીને મહિલા પર આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મહિલાને દબાણમાં રાખીને ખોટી એફિડેવિટમાં ઉચ્ચ અધિકારીને નામ જાહેર કરાયું હોવાનું એટીએસની તપાસમાં વિગતો સામે આવી હતી. એટલું જ નહીં રૂપિયા 8 કરોડનો તોડ કરવાના નામે અધિકારી પાસેથી પૈસા લેવાનું ષડયંત્ર પણ રચવામાં આવ્યું હતું. આ સમગ્ર ષડયંત્ર માં ભાજપના નેતા જીકે પ્રજાપતિ હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર ,બે પત્રકારો આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.