ETV Bharat / state

ગુજરાત ચૂંટણી સંગ્રામઃ આજની મહત્વની ઘટનાઓ, જુઓ - election mode

ગુજરાતમાં ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવે પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરની રાહ જોવાઈ રહી છે. ઉમદેવારો ફાઈનલ થઈ ગયા છે. મતદારોને પોતાની તરફ લુભાવવા(attract to voters) ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર( door to door campaign) કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ(Overall special news report).

કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું છે
કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું છે
author img

By

Published : Nov 23, 2022, 10:07 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીને(gujarat legislative assembly 2022) લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવે પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરની રાહ જોવાઈ રહી છે. ઉમદેવારો ફાઈનલ થઈ ગયા છે. મતદારોને પોતાની તરફ લુભાવવા(attract to voters) ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર( door to door campaign) કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જોઈએ ઈ ટીવી ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ(Overall special news report).

કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું છે
કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું છે

દસકાઓ સુધી કોંગ્રેસનું શાસન: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ચાર શહેરોમાં જાહેરસભા કરીને પ્રચાર કર્યો હતો. તેમજ ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગી કચ્છના રાપર અને સુરતમાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાજકોટના જસદણ, સુરેન્દ્રનગરના પાટડી અને સુરતના પલસાણામાં સભા કરી હતી. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ ગઢડા, જૂનાગઢ અને સુરતમાં પ્રચાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં સભામાં સંબોધતા કહ્યું હતું કે કોંગ્રેસનું દસકાઓ સુધી શાસન રહ્યું, શું થયું મને કહો. આપણે ભાજપ સરકાર આવ્યા પછી દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. વિકાસ તેજ ગતિએ ચાલી રહ્યો છે. સરકારી યોજનામાં કોઈપણ નાણા મારે મોકલવા હોય તો એક બટન દબાવું અને તમારા બધાના ખાતામાં સહાયના કે સબસીડીના પૈસા જમા થઈ જાય. ભાજપે જે વિકાસ કર્યો છે તે ગજબ છે અને મને વિશ્વાસ છે કે તમે ભાજપને જ મત આપવાના છો.

અમિત શાહે ગુજરાતના વિકાસ માટે મત માંગ્યા

મોદીનું ઈમોશનલ કાર્ડ: પીએમ મોદીએ ગુજરાતની જનતા વચ્ચે જઈને પરિવારનો એક દીકરો તમારી પાસે માંગવા આવ્યો છે, એમ કહીને કમળને મત આપવા અપીલ કરી હતી. અમિત શાહે પણ ગુજરાતના વિકાસ માટે મત માંગ્યા હતા. અને કોંગ્રેસ પર સીધા આક્ષેપ કર્યા હતા. સરદાર પટેલનું નામ કોંગ્રેસવાળાઓએ ભુલાવી દીધું હતું. હવે ભાજપ સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવીને સરદાર સાહેબને સમ્માન આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ જૂનાગઢ અને સુરતમાં કમલમ પર જઈને કાર્યકરો સાથે બેઠક કરીને જીતનો મંત્ર આપ્યો હતો.
કોંગ્રેસને એક મોકો આપી જૂઓ
કોંગ્રેસને એક મોકો આપી જૂઓ
કોંગ્રેસને એક મોકો આપો: કોંગ્રેસના પંજાબના લોકસભાના સાંસદ મનિષ તિવારી અમદાવાદમાં કહ્યું હતું કે 27 વર્ષથી ભાજપનું શાસન છે, આટલું લાંબો સમય લોકતંત્ર માટે ફાયદાકારક નથી, ભાજપને ગુજરાતની જનતાએ મોકો આપ્યો છે, પણ કોંગ્રેસને એક મોકો આપી જૂઓ, ત્યારે ખબર પડશે કે સાચો વિકાસ કોને કહેવાય. જીએસટીના અવિચારી અમલથી 2.5 લાખ જેટલા ઉદ્યોગો બંધ થઈ ગયા છે. મોરબીમાં બ્રિજ દુર્ઘટનામાં 148 લોકોના મોત થયા, પણ સરકારે હજી કોઈ પગલા લીધા નથી. કોની જવાબદારી પણ નક્કી કરાઈ નથી. આ લોકો શું જનતાને સાચવશે. ભાજપ અંહકારી થઈ ગયો છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો

આમ આદમીનો ડોર ટુ ડોર પ્રચાર: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને દક્ષિણ ગુજરાતના નિજર અને તાપી વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. જો કે તાપીમાં ભગવંત માનના રોડ શો વખતે મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે. અને કેજરીવાલ એક મોકો આપવા ગેરંટી આપી રહ્યા છે.
ભગવંત માનના રોડ શો વખતે મોદી મોદીના નારા લાગ્યા

કોંગ્રેસમાં કેન્દ્રીય નેતાગીરીની ઉદાસીનતા: આજે આખો દિવસ ચૂંટણી પ્રચારનો રહ્યો હતો. નરેન્દ્ર મોદીના પ્રચાર પર ભાજપની નજર છે. અને પીએમ મોદી હાલ રેકોર્ડબ્રેક મતદાન કરાવવા માટે ભાજપના કાર્યકર્તાઓને સતત કહી રહ્યા છે. ઘરેઘરે જઈને મતદાન કરવા લોકો આવે તેમ સમજાવજો. અને આ વખતે પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખવા છે. એમ કહીને મોદી પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના કોઈ મોટા નેતા પ્રચારમાં દેખાતા નથી. કોંગ્રેસ તરફથી કેન્દ્રિય નેતાગીરી સાવ ઉદાસીન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.