ETV Bharat / state

ઓછા મતદાન વચ્ચે પણ ઘાટલોડિયાથી CM પટેલ ઐતિહાસિક 1,91,360ની લીડથી જીત્યા - PM Modi Road Show in Ahmedabad

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક (Ghatlodia Assembly Seat) પરથી ભાજપા ઉમેદવાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 1,91,360 મતની લીડથી જીતી ગયા છે. તેઓ પહેલાથી જ અન્ય ઉમેદવારો કરતા આગળ હતા. ત્યારે હવે તેમની જીત પર સત્તાવાર મહોર લાગી ગઈ છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 21120 અને આપના વિજય પટેલને 15902 મત મળ્યા છે.

ઘાટલોડિયા બેઠક પર CM પટેલની ઐતિહાસિક જીત, મળ્યા 1,91,360 મત

author img

By

Published : Dec 7, 2022, 10:20 AM IST

Updated : Dec 8, 2022, 2:49 PM IST

અમદાવાદ શહેરની સૌથી હોટ બેઠક ઘાટલોડિયા પરથી ભાજપના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય વિજય થયો છે. તેમણે આ વખતે 1,91,360 મતની લીડથી વિજય મેળવ્યો છે. તેમને કુલ 212480 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસનાં ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને 21,120 અને આમ આદમી પાર્ટીના વિજય પટેલને 15,902 મત મળ્યા હતા. આ એ જ (Ghatlodia Assembly Seat) બેઠક છે, જેણે રાજ્યને 2-2 મુખ્યપ્રધાન આપ્યા છે. આ વખતે પણ ભાજપે આ બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) મેદાને ઉતાર્યા હતા.

બેઠકનું મહત્વ આ બેઠક (Ghatlodia Assembly Seat) ઘણા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યો છે. આ વિસ્તારમાં સૌથી વધારે પાટીદારોનું મતદારો છે. આ બેઠક પરથી ગુજરાતને 2 મુખ્યપ્રધાન મળ્યા છે. તેમ જ આ બેઠક દેશના ગૃહપ્રધાન અમિત શાહના મતક્ષેત્રની અંદર આવે છે. અહીં પ્રભાત ચોક, રન્ના પાર્ક, શાયોના સિટી, ચાણક્યપુરી જેવા ગામો આવેલા છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા તેમનું પદ આંંનંદીબેન પટેલને સોંપવામાં આવ્યું હતું. તેમણે પણ આ જ પરથી વિજય મેળવ્યો હતો. તો વર્ષ 2016માં પાટીદાર આંદોલનના કારણે તેમની ખુરશી છીનવાઈ ગઈ હતી. ઉપરાંત પાટીદાર આંદોલનનું મુખ્ય સેન્ટર પણ ઘાટલોડિયા જ રહ્યું હતું. તો તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યપ્રધાનનું પદ ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) આપવામાં આવ્યું હતું. તેઓ પણ ઘાટલોડિયા બેઠક પરથી જ ચૂંટાઈને આવ્યા હતા.

બેઠક પર કેટલું મતદાન થયું આ બેઠક (Ghatlodia Assembly Seat) પર આ વખતે 59.62 ટકા મતદાન થયું હતું. જ્યારે અહીં વર્ષ 2017માં 68.71 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે 9.09 ટકાનો ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રોડ શૉ (PM Modi Road Show in Ahmedabad) કર્યો સભાઓ કરી તે દરમિયાન તેમણે રેકોર્ડબ્રેક મતદાનની અપીલ પણ કરી હતી. તેમ છતાં આ વખતે રાજ્યભરમાં મતદાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એટલે તેમની અપીલની મતદારો પર કોઈ જ અસર ન થઈ તે સ્પષ્ટ દેખાઈ આવે છે.

બેઠક પરના ઉમેદવારો ભાજપે આ બેઠક પરથી રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) રિપીટ કર્યા હતા. જ્યારે કૉંગ્રેસે વરિષ્ઠ નેતા અમીબેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીએ સક્રિય સામાજિક કાર્યકર્તા વિજય પટેલને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા. જોકે, અહીંના મતદારોને રિઝવવા માટે મુખ્યપ્રધાને રોડ છેલ્લે રોડ શૉ પણ કર્યો હતો. જ્યારે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રચાર માટે દેખાયા પણ નહતા.

કાંટાની ટક્કર અહીં ભાજપના ઉમેદવાર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel BJP Candidate for Ghatlodia) પોતે ઉમેદવાર છે. જ્યારે કૉંગ્રેસે વરિષ્ઠ નેતાને મેદાને તો ઉતાર્યા, પરંતુ આ બેઠક ભાજપની સેફ બેઠક ગણાય છે. એટલે તેમના માટે જીતવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. તેમ છતાં મતદારોનો ઝૂકાવ કોની તરફ રહેશે તે હવે 8મીએ સ્પષ્ટ થશે. ભાજપ માટે ભલે આ બેઠક સેફ ગણાય તેમ છતાં પડકાર તો યથાવત્ છે જ.

જ્ઞાતિ સમિકરણ આ બેઠક (Ghatlodia Assembly Seat) પર સૌથી વધુ પાટીદારોની વસ્તી જોવા મળી આવે છે. ઉપરાંત અહીં રબારી, ભરવાડ, ઠાકોર જ્ઞાતિ પણ જોવા મળી આવે છે. એટલે પાટીદારોની સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો આ બેઠક પર શિક્ષણનું પ્રમાણ 83 ટકા જોવા મળી આવે છે. તો મહિલાનું શિક્ષણ પ્રમાણ 80 ટકા જોવા મળી આવે છે.

મતદાન સમયે શું માહોલ હતો આ બેઠક (Ghatlodia Assembly Seat) માટે મતદારો સવારથી જ મતદાન કરવા તૈયાર હતા. જોકે, સાંજ થતાં થતા મતદારોનો ઉત્સાહ ઓછો થતો જોવા મળ્યો હતો. તેના કારણે મતદાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો.

Last Updated : Dec 8, 2022, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.