ETV Bharat / state

ભાજપ પોતાનો ગઢ વાઘોડિયા બચાવવામાં સફળ રહેશે કે કેમ તો અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની અગ્નિપરીક્ષા - Ashwin Patel Vaghodia Assembly Seat Loose

વડોદરાની વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પરથી ભાજપે આ વખતે અશ્વિન પટેલ (કોયલી)ને ટિકીટ (Ashwin Patel Vaghodia Assembly Seat Win) આપી હતી. જોકે, આ બેઠક પરથી ભાજપના પૂર્વ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ 6 ટર્મથી જીતતા આવે છે. જોકે, તેમની આ વખતે ટિકીટ કપાઈ જતાં તેમણે અપક્ષ ઉમેદવારી (Madhu Srivastav Independent Candidate Vaghodia) નોંધાવી હતી. એટલે હવે ભાજપ આ બેઠક પોતાની પાસે રાખવામાં સફળ થશે (Gujarat Election 2022) કે નહીં તે 8 ડિસેમ્બરે ખબર પડશે.

ભાજપ પોતાનો ગઢ વાઘોડિયા બચાવવામાં સફળ રહેશે કે કેમ તો અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવની અગ્નિપરીક્ષા

author img

By

Published : Dec 6, 2022, 11:38 AM IST

અમદાવાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. ત્યારે બીજા તબક્કા અંતર્ગત સોમવારે વડોદરામાં પણ મતદાન થયું હતું. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક (Vaghodia Assembly Seat) પર સૌની નજર મંડાયેલી છે. કારણ કે, ભાજપે આ વખતે આ બેઠક પરથી પાટીદાર ઉમેદવાર અશ્વિન પટેલને ચૂંટણી મેદાને (Ashwin Patel Vaghodia Assembly Seat) ઉતાર્યા હતા. જ્યારે અહીંના જ ભાજપના પૂર્વ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી (Madhu Srivastav Independent Candidate Vaghodia) નોંધાવી હતી. એટલે હવે 8 ડિસેમ્બરે ખબર પડશે કે અહીંથી ભાજપ જીતશે કે પછી અપક્ષ ઉમેદવાર.

બેઠક પર જીતવું ભાજપ માટે કપરું સાબિત થઈ શકે છે ભાજપના ઉમેદવાર માટે આ બેઠક (Vaghodia Assembly Seat) પર જીત મેળવવી અઘરી સાબિત થઈ શકે છે. કારણ કે, આ બેઠક પરથી હંમેશા મધુ શ્રીવાસ્તવ ચૂંટાઈ આવતા હતા. તો કૉંગ્રેસની વાત કરીએ તો પાર્ટીએ આ વખતે અહીંથી પૂર્વ સાંસદ અને આમ આદમી પાર્ટીએ નવા ચહેરાને ટિકીટ આપી છે.

બેઠક પર જીતવું ભાજપ માટે કપરું સાબિત થઈ શકે છે

વાઘોડિયા બેઠક પર મતદાનની સ્થિતિ વડોદરામાં આ વખતે કુલ 63.81 ટકા મતદાન થયું છે. તે અંતર્ગત વાઘોડિયા બેઠક (Vaghodia Assembly seat) પર 67.71 ટકા મતદાન થયું છે. જ્યારે વર્ષ 2017માં 76.94 ટકા મતદાન થયું હતું. આ વખતે 9.23 ટકા મતદાન ઘટ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે અહીંથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ બાજી મારશે કે પછી ભાજપ આ બેઠક પોતાની તરફ રાખવામાં સફળ રહેશે.

કાંટાની ટક્કર ભાજપે આ વખતે આ બેઠક (Vaghodia Assembly Seat) પરથી અશ્વિન પટેલ (કોયલી)ને મેદાને ઉતાર્યા છે. જ્યારે કૉંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ અને આમ આદમી પાર્ટીએ ગૌતમ રાજપૂત નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ નેતા મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastav Independent Candidate Vaghodia) અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને જોવા મળ્યા હતા. એટલે ત્રણેય પાર્ટીને જીતવું અઘરું સાબિત થઈ શકે છે.

વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારનાં મતદારોનું વિશ્લેષણ વાઘોડિયા વિધાનસભામાં (vaghodia assembly constituency) કુલ 2,42,473 મતદારો છે. આમાં પુરૂષ મતદારો 1,25,454 અને સ્ત્રી મતદારો 1,18,016 આ મત વિસ્તારમાં 55.27 ટકા ગ્રામીણ વિસ્તારમાં છે અને 44.73 ટકા વસ્તી શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાં 5.86 ટકા એસ.સી મતદારો, 14.96 ટકા એસ.ટી મતદારો આ ઉપરાંત પાટીદાર અને ક્ષત્રિય મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ષ 2017ની ચૂંટણીમાં આ બેઠક ઉપર 76.90 ટકા મતદાન થયું હતું.

2012 અને 2017 ની ચૂંટણીનાં પરિણામનું વિશ્લેષણ વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને (Madhu Srivastav Independent Candidate Vaghodia) 65851 મત જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલને 60063 મત મળ્યા હતાં, જેથી મધુ શ્રીવાસ્તવનો 5788 મતથી વિજય થયો હતો. 2017માં ભાજપના મધુ શ્રીવાસ્તવને 63,049 મત, અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52,739 મત અને સતીષ મકવાણાને 32942 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કૉંગ્રેસે બીટીપી સાથે ગઠબંધન કર્યું હતું. ત્યારે બીટીપીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાને 9,812 મત મળ્યા હતા. ત્રણ ઉમેદવાર અપક્ષ ઉભા રહ્યા છતાં મધુ શ્રીવાસ્તવનો 10375 વિજય થયો હતો. જ્યારે વાઘોડિયા 136 વિધાનસભાની વાત કરવા જઈએ તો, અહીયાં ક્ષત્રિય સમાજ તેમ જ આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે. હવે વાઘોડિયામાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં (Gujarat election 2022) આ વખતે કોણ બાજી મારી જાય (Ashwin Patel Vaghodia Assembly Seat Loose) છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.