ETV Bharat / state

રોટલા પણ તાવડી પર એક જ તરફ રાખીએ તો બળી જાય છે, પરિવર્તન માટે સરકાર બદલવી જરૂરી છે: રાજીવ શુક્લ - Congress MP Rajiv Shukla attack on BJP

કૉંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજીવ શુક્લા પાર્ટીના પ્રચાર માટે અમદાવાદ આવ્યા હતા. તે દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર (Congress MP Rajiv Shukla attack on BJP) કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે.

રોટલા પણ તાવડી પર એક જ તરફ રાખીએ તો બળી જાય છે, પરિવર્તન માટે સરકાર બદલવી જરૂરી છે: રાજીવ શુક્લ

author img

By

Published : Nov 26, 2022, 7:47 AM IST

અમદાવાદ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) માત્ર થોડાક જ દિવસો બાકી છે. ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની સત્તા સ્થાપવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.

કૉંગ્રેસના ભાજપ પર પ્રહાર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના હિમાચલ પ્રદેશના પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાજીવ શુકલાએ (Congress MP Rajiv Shukla attack on BJP) પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે. ગુજરાતની સાથે સાથે હિમાચલ પ્રદેશની જનતાએ પણ સરકાર બદલવાનું નક્કી કરી દીધું છે.

કૉંગ્રેસના ભાજપ પર પ્રહાર

AAP વોટ કાપવા આવી રહી છેઃ શુક્લા ગુુજરાતમાં આમ આદમી પાર્ટી વોટ કાપવા માટે આવી રહી છે પંજાબમાં અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિ છે પંજાબમાં અત્યારે આતંકવાદ ફેલાઈ રહ્યો છે પંજાબમાં જે રીતે ખાલિસ્તાન માથું ઉઠાવી રહ્યા છે એને કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ ગયું છે. પંજાબની જનતાને હવે સમજમાં આવી રહ્યું છે કે આપણે ઘણી મોટી ભૂલ કરી દીધી છે કોંગ્રેસ સરકારે હંમેશા સુરક્ષા શાંતિ અને આતંકવાદ થી લડી છે.

બધી જગ્યાએ કૉંગ્રેસ છેઃ શુક્લા તેમણે ઉમેર્યું (Congress MP Rajiv Shukla attack on BJP) હતું કે, આતંકવાદી સામે લડવાનો ઈતિહાસ કૉંગ્રેસનો જ છે. અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૉંગ્રેસનો જ ઇતિહાસ છે. શાંતિ અને મોંઘવારી ઉપર પણ કૉંગ્રેસે જ રેકોર્ડ સ્થાપ્યો છે. જો બધી જગ્યાએ કૉંગ્રેસ જ છે. તો પછી ગુજરાતી લોકો કૉંગ્રેસને કેમ નથી લાવી રહ્યા. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રોટલાં પણ તાવડી ઉપર એક જ તરફ રાખીએ તો તે બળી જાય છે.તો તે બળી જાય છે. સરકાર બદલવા માટે પરિવર્તન જરૂરી છે.

રખડતા પશુ અંગે નિવેદન તેમણે રખડતા પશુના ઢોરના ઉકેલ લાવવા માટે (Congress MP Rajiv Shukla attack on BJP) કહ્યું હતું કે, છત્તીસગઢમાં ગાય તથા અન્ય પશુઓના છાણના 2 રૂપિયા કિલો ચૂકવાઈ રહ્યાં છે. જ્યારે પશુમુત્રના 4 રૂપિયા લીટરદીઠ ચૂકવાઈ રહ્યાં છે. જે પશુ દૂધ નથી આપી શકતા તેને પણ તેના માલિકો સાચવી રહ્યાં છે અને રખડતા ઢોરોનો પ્રશ્ન પણ હલ થઈ ગયો છે. જ્યારે અમારી સરકાર બનશે ત્યારે આ યોજના ગુજરાતમાં પણ લાવવામાં આવશે.

યોજનામાંથી નફો સરકાર પણ આ યોજનાથી નફો મેળવી રહી છે. છાણના દ્વારા વર્મી કમ્પોઝ કરી તેમાંથી ઓર્ગેનિક ખાતર બનાવીને અનેક ઘણો નફો મેળવી રહી છે. એ જ પ્રમાણે ગૌમૂત્ર સાથે જડીબુટ્ટી મિલાવીને પેસ્ટ્રીસાઈઝ બનાવી રહી છે, જે 17 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. છત્તીસગઢ સરકારના મુખ્યપ્રધાને એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો કે, ક્લાસ 2 સરકારી મહિલા કર્મચારીએ એક નાના ગામના પશુપાલન અને છાણના ધંધાદારી સાથે લગ્ન કર્યા ત્યારે પૂછવામાં આવ્યું તો જાણ થઈ કે ગામડામાં રહેતા આ પશુપાલકનું 90 લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવર છે.

કૉંગ્રેસની સરકારમાં ગામડાની અર્થવ્યવસ્થા મજબૂત બની કૉંગ્રેસની જ્યાં જ્યાં પણ સરકાર રહી છે, ત્યાં ગામડાની અર્થવ્યવસ્થા વધુ મજબુત બની છે. કોંગ્રેસ જે કહે છે તે કરે છે, યુ.પી.એ. સરકાર વખતે ૭૦ હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ માફ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બનતાની સાથે જ પહેલી કેબિનેટમાં ખેડૂતોના દેવા માફીનો નિર્ણય લેવામાં આવ્યો. રાજસ્થાન અને છત્તીસગઢ એ સરકારી કર્મચારી માટે જુની પેન્શન સ્કીમ (ઓ.પી.એસ.) અમલમાં મુકી છે. મનરેગાની આ જ લોકો મજાક કરતા હતા જ્યારે આજે તે વિશ્વની સૌથી વધારે રોજગારી આપતી સફળ સરકારી યોજના તરીકે વખણાઈ રહી છે.

જનતાએ નક્કી કરી લીધું છે ભારતીય જનતા પાર્ટીએ તો આકાશના તારા સાથે મંગળ અને શુક્ર ગ્રહ પણ લાવી આપીશું તેવી વાતો કરી હતી. 40 રૂપિયે લીટર પેટ્રોલ, 15 લાખ રૂપિયા લોકોના ખાતામાં નાખવા, 2 કરોડ લોકોને રોજગારી જેવા અનેક ખોટા વાયદાઓ કરીને જનતાને છેતરી રહી છે.ભાજપ 50 રૂપિયાનું કામ કરે અને 500 રૂપિયાનો પ્રચાર કરે છે. ગુજરાત અને દેશની જનતા એ હવે નક્કી કરી લીધું છે કે, સારી અર્થવ્યવસ્થા માટે, સારી રોજગારી મેળવવા માટે, મોંઘવારી ઓછી કરવા માટે અને સુશાસન માટે જો કોઈ યોગ્ય પક્ષ હોય તો તે માત્ર કૉંગ્રેસ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.