અમદાવાદ શહેરની નારણપુરા વિધાનસભા બેઠક (Naranpura Assembly Constituency) પર વર્ષોથી ભાજપનું શાસન છે. આ જ મતવિસ્તારમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનું નિવાસસ્થાન આવેલું છે. આ બેઠક સૌથી વધુ પાટીદારોનું વર્ચસ્વ ધરાવતો વિસ્તાર છે.
બેઠક પર પાટીદાર વર્ચસ્વ શહેરની નારણપુરા વિધાનસભા હંમેશા પાટીદાર ઇફેક્ટ જોવા મળે છે. કારણ કે, આ બેઠક પર (Naranpura Assembly Constituency) સૌથી વધુ પાટીદારોનું વર્ચસ્વ જોવા મળી આવે છે. તેને ધ્યાનમાં રાખીને આ વખતે ભાજપે દ્વારા જિતેન્દ્ર પટેલની (Ahmedabad Jitendra Patel BJP Candidate) ટિકીટ આપવામાં આવી છે. જ્યારે કૉંગ્રેસે સોનલ પટેલ (Sonal Patel Congress Candidate for Naranpura ) અને આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને (Pankaj Patel AAP Candidate for Naranpura) ટિકીટ આપી છે. આમ, ત્રણેય પાર્ટીઓના ઉમેદવાર પાટીદાર હોવાથી જામશે તે નિશ્ચિત છે.
નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર આ બેઠકના (Naranpura Assembly Constituency) ઉમેદવાર જિતેન્દ્ર પટેલ એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. નારણપુરા વિધાનસભા બેઠકમાં પાટીદારનું વધારે જોવા મળી આવે છે. સાથે સાથે જિતેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાં મોભાનું સ્થાન ધરાવે છે. પોતે વ્યવસાયિક રીતે વેપારી હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકીટ આપવામાં આવી છે.
કૉંગ્રેસના ઉમેદવાર નારણપુરા વિધાનસભા બેઠક (Naranpura Assembly Constituency) ઉપર કૉંગ્રેસે પણ પાટીદાર ઉમેદવારને પસંદગી કરી છે. તેમણે પાટીદાર મહિલા સોનલ પટેલને (Sonal Patel Congress Candidate for Naranpura) ટિકીટ આપી છે. તેઓ કૉંગ્રેસમાં સક્રિય કાર્યકર્તા છે, જે કૉંગ્રેસ મહિલા ઉપપ્રમુખ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યાં છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર આદમી પાર્ટી આદમી (Aam Aadmi Party Gujarat) પણ ભાજપ અને કૉંગ્રેસની જેમ જ પાટીદાર સમાજના આગેવાન પંકજ પટેલને (Pankaj Patel AAP Candidate for Naranpura) ટિકીટ આપી છે. જે આમ આદમી પાર્ટી સાથે ઘણા સમયથી સંકળાયેલા છે અને પાયાના કાર્યકર્તા છે. સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું છે. આના કારણે આમ આદમી પાર્ટી દ્વારા પણ પંકજ પટેલને ટિકીટ આપી છે.
નારણપુરા વિધાનસભા બેઠકનું મહત્વ નારણપુરા વિધાનસભા બેઠક વર્ષ 2008માં (Naranpura Assembly Constituency) અસ્તિત્વમાં આવી હતી અને 2012માં પ્રથમ વખત નારણપુરા વિધાનસભા સીટ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. દેશના ગૃહપ્રધાન અમિત શાહનું પણ ઘર આ જ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાં સૌથી વધુ ધનિક વ્યક્તિઓ રહે છે અને આ વ્યવસાયિક રીતે શાંતિપ્રિય વિસ્તાર ગણવામાં આવે છે. તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ રમતના મેદાન પાણીની સુવિધા સારા રસ્તાઓ અને આ વિસ્તારમાં મોટા પાયે ખાનગી હોસ્પિટલ આવેલી છે.
જાતિ સમીકરણ આ બેઠકમાં જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો, આ બેઠક પર સૌથી વધુ પાટીદારો જોવા મળે છે. પાટીદારો સાથે સાથે OBC સમાજ પણ મતદાનની સંખ્યા વધારે છે, પરંતુ પાટીદાર સંખ્યા વધારે હોવાથી તમામ રાજકીય પાર્ટી પાટીદાર ઉમેદવારની પહેલી પસંદ બને છે.
મતદારોની સંખ્યા આ બેઠક પર મતદારોની વાત કરીએ તો, અહીં કુલ મતદારો 2,49,875 છે, જેમાં પુરૂષ મતદારો 1,28,198 અને મહિલા મતદારોની સંખ્યા 1,21,670 છે. જ્યારે અન્ય 7 મતદારો છે.
વર્ષ 2017નું પરિણામ વર્ષ 2017ના પરિણામની વાત કરીએ તો, ભાજપ દ્વારા કૌશિક પટેલ અને કૉંગ્રેસ દ્વારા નીતિન પટેલને ટિકિટ આપવામાં આવી હતી. આમાં ભાજપના ઉમેદવાર કૌશિક પટેલને 1,06,458 મત અને કૉંગ્રેસના ઉમેદવાર કૌશિક પટેલને 40,243 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કૌશિક પટેલનો 66,000થી વધુ મતથી વિજય થયો હતો.