અમદાવાદઃ હોળી પછીના દિવસોમાં જે રીતે કોરોનાની પહેલી સીઝન હતી એવી રીતે કોરોના વાયરસના કેસ ગુજરાતમાં વધી રહ્યા છે. ખાસ વાત એ છે કે, સતત અને સખત રીતે બદલી રહેલી ઋતુને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. તાજેતરના રીપોર્ટ અનુસાર ચાર દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર ચાલું છે. જ્યારે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષની પીઢ વયના દર્દીનું ચાલું ટ્રિટમેન્ટે મૃત્યું થયું છે.
આ પણ વાંચોઃ H3N2 Virus : આ લોકોને H3N2 વાયરસથી વધુ જોખમ છે, આ ઉપાય ફ્લૂના જોખમને ઘટાડી શકે છે
સૌથી વધારે અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસથી ચેપી કુલ દર્દીઓની સંખ્યા 1000ને પાર થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 1179 એક્ટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1175 દર્દીઓની સ્થિતિ સારી છે. ગુરૂવારે પણ અમદાવાદ શહેર-જિલ્લામાંથી સૌથી વધારે કેસ નોંધાયા છે. કુલ 143 કેસ સાથે અમદાવાદમાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જોકે, તબીબી વિભાગે છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારમાં ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાં આવતા કેટલાક સંવેદનશીલ દર્દીઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેને પણ કોરોના વાયરસના લક્ષણ દેખાય એને તાત્કાલિક ધોરણે સારવાર અપાઈ રહી છે.
બાળકીનું મૃત્યુઃ અમદાવાદમાંથી એક બાળકીનું મૃત્યું થયાના વાવડ મળી રહ્યા છે. આ બાળકી વાડજ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. આ બાળકીમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા. મહાનગર વડોદરામાં નવા 9 કેસ નોંધાયા હતા. જ્યારે ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ GSVM study: બાળકોને એન્ટિબાયોટિક્સની જરૂર નથી
વડોદરાની સ્થિતિઃ વડોદરામાંથી કુલ એક્ટિવ કેસની સંખ્યા 46ને પાર થઈ ગઈ છે. વડોદરામાંથી કુલ 398 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે છે. ભરૂચના ઝઘડિયામાંથી 81 વર્ષના વૃદ્ધાને 15મી માર્ચે હોસ્પિટલમાં સારવાર હેતું એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં એમનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. આ વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાનું જાણવા મળ્યું છે.