ETV Bharat / state

Gujarat Congress Demand : ગાંધીનગરમાં સરકારી બંગલોમાં રહેતાં પૂર્વપ્રધાનોના નામ ગણાવતી કોંગ્રેસ, સરકાર પર સાધ્યું નિશાન - સરકારી બંગલા

ગુજરાતમાં પૂર્વ પ્રધાનો જેટલા પણ છે અને નૈતિકતાથી જેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેઓ સરકારી બંગલા ખાલી કરે તેવી માગણી ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો તેમ ન થાય તો સરકાર કાયદાકીય નોટિસ આપીને બંગલા ખાલી કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.

Gujarat Congress Demand : ગાંધીનગરમાં સરકારી બંગલોમાં રહેતાં પૂર્વપ્રધાનોના નામ ગણાવતી કોંગ્રેસ, બરાબર સાધ્યું નિશાન

author img

By

Published : Apr 26, 2023, 3:07 PM IST

સરકાર કાયદાકીય નોટિસ આપીને બંગલા ખાલી કરાવે

અમદાવાદ : તાજેતરમાં રાહુલ ગાંધીએ પોતાનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. તેઓ મોદી સરનેમ માનહાનિ કેસમાં દોષિત ઠર્યાં બાદ સાંસદ પદ ગુમાવી ચૂક્યાં છે ત્યારે નૈતિકતાના ધોરણે તેમણે સરકારી બંગલો ખાલી કર્યો છે. આ સંદર્ભે ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર પર નિશાન તાક્યું છે કે તે પોતાના પૂર્વપ્રધાનો પાસેથી સરકારી બંગલા ખાલી કરી બતાવે.

રાહુલને મળેલા જનસમર્થનથી સરકાર ડરી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ 4009 કિલોમીટર જેટલી લાંબી પદયાત્રા કરીને ભારતને જોડવા માટે થઈને જે ભારત જોડો યાત્રા કરી તેમાં તેમને પ્રજાનું અભૂતપૂર્વ સમર્થન મળ્યું હતું. યાત્રા બાદ સંસદની અંદર પણ અદાણીજી અને મોદીજીના સંબંધો બાબતે પ્રશ્ન કરી રહ્યા હતા અને તેનો જવાબ આપવા માટે અસક્ષમ એવી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેમને સાંસદ પદેથી નિષ્કાસિત કર્યા અને તરત તેઓ 19 વર્ષથી જે બંગલામાં રહેતા હતા તે ખાલી કરવાની નોટિસ આપી હતી.

આ પણ વાંચો Rahul Gandhi Vacated Bungalow : રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કર્યો, કોંગ્રેસે કહ્યું- રાહુલ ગાંધી લોકોના દિલમાં વસે છે

નહેરુએ આનંદ ભવન દેશને સોંપી દીધું હતું : રાહુલ ગાંધીએ લાગણીશીલ હોવા છતાં એમ કહીને બંગલાની ચાવી અધિકારીઓને સોંપી દીધી કે આ "ઘર જોડે મારી યાદો જોડાયેલી છે આ ઘર મને ભારતની જનતાએ 19 વર્ષ સુધી રહેવા આપ્યુ હતું અને હું જનતાને આજે તે પાછું સોંપી રહ્યો છું. આ એ જ રાહુલ ગાંધી છે કે જેમના પર પૂર્વજ જવાહરલાલ નહેરુએ પોતાનો આનંદ ભવન બંગલો આઝાદીની લડાઈ માટે સમર્પિત કર્યો હતો. દેશને અને આઝાદી બાદ ભારતને વિધિવત સોંપ્યો હતો અને તાજેતરમાં રાહુલજીએ કોઈપણ સંકોચ વિના પોતાનું ઘર ખાલી કરી દીધું છે. આજે રાહુલ ગાંધી પાસે દેશમાં પોતાનું એક પણ ઘર નથી, પરંતુ ભારતના દેશવાસીઓ પોતાના ઘર રાહુલજીને આપવા માટે તત્પર છે. રાહુલજીએ ઈમાનદારી અને નૈતિકતાની સાચી દિશા પ્રસ્થાપિત કરી છે.

પૂર્ણેશ મોદીએ બંગલો ખાલી નથી કર્યો : તેમણે વધુમાં જણાવ્યું કે ભારત દેશની અંદર અને ગુજરાતમાં જે પ્રમાણે તાનાશાહી સરકાર ચાલી રહી છે અને પ્રજાના પૈસે ઉત્સવ અને તાઇફા કરી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ગુજરાતના પૂર્વ પ્રધાનોના ગાંધીનગર સ્થિત રહેલા બંગલા છે. રાહુલ ગાંધી ઉપર કેસ કરનાર ભાજપના પૂર્વપ્રધાન પૂર્ણેશ મોદીએ હજી પણ તેમને મળેલો ગાંધીનગરમાં ગવર્નર હાઉસ સામે મોકાનો સરકારી બંગલો ખાલી નથી કર્યો, એજ પ્રમાણે પૂર્વ પ્રધાનો જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, વિનુ મોરડીયાએ પણ બંગલા ખાલી કર્યા નથી અને વાપરી રહ્યાંની માહિતી પ્રાપ્ત થયેલી છે.

આ પણ વાંચો Modi surname defamation case: સેશન્સ કોર્ટે અરજી ફગાવતા રાહુલ ગાંધીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

સીએમ પાંચ પાંચ બંગલાનો ઉપયોગ કરી રહ્યાં છે : કોંગ્રેસ પ્રવક્તાએ સવાલ કર્યો હતો કે સૌથી ધ્યાન આકર્ષક બાબત એ છે કે ભૂતકાળમાં મુખ્ય પ્રધાનો પોતાના માટે એક નંબરનો બંગલો વાપરતા હતાં પરંતુ મૃદુ ગણાતા ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી બંગલા નંબ 24, 25, 26, 27, 28 નો ઉપયોગ લોકસેવા માટે કરી રહ્યા છે?. પૂર્ણેશ મોદી અને જીતુ ચૌધરીના નામની તકતીઓ પણ અત્યારે તેઓએ બંગલા ખાલી નથીં કર્યા તેની ચાડી ખાઈ રહી છે.

પૂર્વ પ્રધાનો દ્વારા સરકારી બંગલાનો ઉપયોગ

પૂર્વ પ્રધાનો સરકારી બંગલામાં : ભૂતકાળમાં વિજય રૂપાણી સરકારને હાંકી કઢાયા પછી પણ સરકારના પૂર્વ પ્રધાનો રહેલા નીતિન પટેલ, ભૂપેન્દ્ર ચૂડાસમા, સૌરભ પટેલ, ઈશ્વર પરમાર, ગણપત વસાવા, જયેશ રાદડીયા, પ્રદીપસિંહ જાડેજા, જયદ્રથ પરમાર, પરસોતમ સોલંકી, ઈશ્વર પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્ર જાડેજા અને કુંવરજી બાવળિયાના બંગલા પાછા આપ્યા ન હતાં.

મકાન ખાલી કરાવવાની નોટિસ : થોડા સમય પહેલા એવા સમાચાર પણ હતા કે હાલના પ્રધાનો જે છે તેમને બંગલો ન મળતા સર્કિટ હાઉસમાં રહેવા મજબૂર થવું પડે છે. પ્રદેશ કોંગ્રેસ સરકારને માગણી કરે છે કે જેટલા પણ પ્રધાનો પૂર્વ છે અને નૈતિકતાથી તેમણે પોતાના બંગલા ખાલી નથી કર્યા તેમના મકાન ખાલી કરાવવાની નોટિસ આપીને કાયદાકીય રીતે બંગલા ખાલી કરાવીને જનતાના રૂપિયાનો ખોટો વ્યય થતો અટકાવીને કાયદેસરના પગલાં લઈને જનતાને મૃદુતા સાથે મક્કમતાનો વિશ્વાસ આપે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.