અમદાવાદ મોરબીમાં ઝૂલતા પૂલને લઈને જે દુર્ઘટના (morbi bridge collapse) બની છે. તેનાથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના લોકો વ્યથિત છે. આ સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યક્રમો ચાલુ (PM Modi to visit Morbi Civil Hospital) રાખતા તેમને અનેક ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં આ સમગ્ર મુદ્દે વિપક્ષે તેમની ઉપર કેટલાક પ્રહારો પણ કર્યા છે.
હોસ્પિટલમાં કલરકામનો વીડિયો થયો વાઈરલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં દુર્ઘટનાના પીડિતોને (PM Modi to visit Morbi Civil Hospital) મળશે. ત્યારે તેમના આગમન પહેલા મોરબીની સિવિલ હોસ્પિટલમાં (Morbi Civil Hospital) કલરકામ અને સફાઈકામ થતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેને લઈને ફરી એક વાર વિપક્ષમાં અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
કૉંગ્રેસના આક્ષેપ આ અંગે કૉંગ્રેસના મીડિયા કો ઓર્ડીનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, ગુજરાતની મોરબી દુર્ઘટનાની અંદર (morbi bridge collapse) 134થી વધુ મોત થયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાતે જશે. તેવામાં ખૂબ જ દુઃખદ બાબત છે કે, મોતનો મલાજો જાળવવાને બદલે સિવિલનું (Morbi Civil Hospital) તંત્ર વડાપ્રધાનની મુલાકાતને ઉત્સવ સ્વરૂપે લઈ રહી છે. વડાપ્રધાનના આગમન પહેલા અહીં સમારકામ અને કલરકામ ચાલી રહ્યું છે. આ કામ માટે આ યોગ્ય સમય નથી.
-
Morbi Civil Hospital में रातों रात रंग-पुताई की जा रही है ताकि कल PM Modi के Photoshoot में घटिया बिल्डिंग की पोल ना खुल जाए
— AAP (@AamAadmiParty) October 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
141 लोग मर चुके हैं, सैकड़ों लोग लापता हैं, असली दोषियों पर कोई कार्रवाई नहीं हुई लेकिन भाजपाइयों को फोटोशूट करके लीपापोती की पड़ी है..#BJPCheatsGujarat pic.twitter.com/KVDLdblD6C
">Morbi Civil Hospital में रातों रात रंग-पुताई की जा रही है ताकि कल PM Modi के Photoshoot में घटिया बिल्डिंग की पोल ना खुल जाए
— AAP (@AamAadmiParty) October 31, 2022
141 लोग मर चुके हैं, सैकड़ों लोग लापता हैं, असली दोषियों पर कोई कार्रवाई नहीं हुई लेकिन भाजपाइयों को फोटोशूट करके लीपापोती की पड़ी है..#BJPCheatsGujarat pic.twitter.com/KVDLdblD6CMorbi Civil Hospital में रातों रात रंग-पुताई की जा रही है ताकि कल PM Modi के Photoshoot में घटिया बिल्डिंग की पोल ना खुल जाए
— AAP (@AamAadmiParty) October 31, 2022
141 लोग मर चुके हैं, सैकड़ों लोग लापता हैं, असली दोषियों पर कोई कार्रवाई नहीं हुई लेकिन भाजपाइयों को फोटोशूट करके लीपापोती की पड़ी है..#BJPCheatsGujarat pic.twitter.com/KVDLdblD6C
આ સમય સારવારનો છે તેમણે ઉમેર્યું હતું કે, આ સમય દર્દીઓને સારવાર આપવાનો છે. મોતનો મલાજો જાળવવાનો (Gujarat Congress attack on PM Modi) સમય છે. આફતને અવસરમાં પલટવા માટે બીજી ઘણી બધી આવી તમારા માટે યુક્તિઓ આવશે, પરંતુ અત્યારે મહેરબાની કરીને ઈવેન્ટ મેનેજ કરીને આવા પ્રકારના ગતકડા ન કરવા જોઈએ. આવી પરિસ્થિતિમાં (morbi bridge collapse) સમગ્ર ગુજરાતની જનતાની લાગણીઓનું અપમાન ના કરો એવી તમને નમ્ર વિનંતી છે.
આમ આદમી પાર્ટીનો ટોણોઃ આ વિષય પર ગુજરાત આમ આદમી પાર્ટીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મોરબીની સિવિલ હોસ્પિટલમાં રાતોરાત રંગરોગાન થઈ રહ્યું છે. યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે મોરબીમાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે જર્જરિત અને પોપડા ખરી ગયેલી ઈમારતની પોલ ન ખુલી જાય, 141 લોકો મૃત્યું પામ્યા અને અનેક લોકો હજું પણ લાપતા છે. અસલી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી નહીં પણ ભાજપના લોકોના ફોટોશુટ માટે રેડકાર્પેટ તૈયાર થઈ રહી છે.