ETV Bharat / state

ગુજરાત કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર, અમદાવાદ મનપાના 10 વૉર્ડના 38 નામો જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસ એક બાદ એક નામોની પસંદગીને લઈને એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપ હજૂ પણ નામોને લઈ મનોમંથન કરી રહ્યું છે. ત્યારે મંગળવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા અમદાવાદ મનપાનુ બીજી યાદી જાહેર કરી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી
author img

By

Published : Feb 2, 2021, 11:05 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસની બીજી યાદી જાહેર
  • અમદાવાદ મહાનગરની યાદી કોંગ્રેસે કરી જાહેર
  • 10 વૉર્ડના 38 નામો કરવામાં આવ્યા જાહેર

અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ નામની યાદીઓને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે. તે તમામની વચ્ચે ગુજરાત કોંગ્રેસ પક્ષે બીજી યાદી જાહેર કરી છે. સોમવારે 5 મહાનગરના 140 નામોની યાદી જાહેર કરી હતી. જેમાં ભાવનગર, સુરત, વડોદરા, જામનગર અને રાજકોટના કેટલાક વૉર્ડના નામો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવારે બીજી યાદીમાં અમદાવાદ મહાનગરના 38 નામો જાહેર કર્યા છે. અમદાવાદ મનપાના 10 વૉર્ડના નામો કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી
અમદાવાદ મનપાના 10 વૉર્ડના 38 નામો જાહેર

ક્યા વૉર્ડમાં કેટલા નામો કોંગ્રેસે જાહેર કર્યા

વૉર્ડ નંબર - 01 - ગોતા

વૉર્ડ નંબર - 02 - ચાંદલોડિયા

વૉર્ડ નંબર - 05 - રાણીપ

વૉર્ડ નંબર - 06 - નવા વાડજ

વૉર્ડ નંબર - 07 - ઘાટલોડિયા

વૉર્ડ નંબર - 08 - થલતેજ

વૉર્ડ નંબર - 12 - નરોડા

વૉર્ડ નંબર - 18 - નવરંગપુરા

વૉર્ડ નંબર - 31 - વાસણા

અમદાવાદ મનપામાં ઉપરના તમામ 9 વૉર્ડ પર કોંગ્રેસે સીધેસીધી નામોની પેનલ જાહેર કરી દીધી છે. જ્યારે અન્ય એક વૉર્ડ નવરંગપુરા પર બે નામો જાહેર કરવામાં આવ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તાએ શું જણાવ્યું હતું?

ગુજરાત કોંગ્રેસ પક્ષના પ્રવક્તા જયરાજસિંહ પરમારે ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશનમાં નામોની યાદીને લઈ કેટલાક સમીકરણો ધ્યાને લેવામાં આવ્યા છે. જે આધારે બીજી યાદી માત્ર અમદાવાદ મનપાની જાહેર કરી છે. જેમાં તમામ જ્ઞાતિના લોકોને આવરી લેવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશ્નોને વાચા આપી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે. પ્રવક્તા જયરાજસિંહ પરમારે ભાજપ પર તીખા અંદાજે પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ હજૂ નામોને લઈને અસમંજસમાં જોવા મળી રહ્યું છે. તેમને નક્કી ન કરી શકતા હોય તો કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે નહીં પણ સામાન્ય નાગરિક તરીકે હું તેમની મદદ કરવા તૈયાર છું, પરંતુ ભાઉએ આપેલા નિવેદન ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.