ETV Bharat / state

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મુકવામાં આવ્યો, બાર જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો - અમદાવાદ ફ્લાવર શો 2023

અમદાવાદના શહેરના આકર્ષણ એવા ફ્લાવર શો નો આજથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હશે ખુલ્લો મુકવામાં આવ્યો (Gujarat CM opens Ahmedabad Flower Show 2023) હતો. જેમાં લગભગ કોરોનાના અંતરાલ બાદ બે વર્ષ પછી ફ્લાવર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન બાદ મુખ્યપ્રધાને તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા.

Gujarat CM opens Ahmedabad Flower Show 2023

author img

By

Published : Dec 31, 2022, 10:53 PM IST

અમદાવાદ: શહેરના આકર્ષણ એવા ફ્લાવર શો નો આજથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હશે ખુલ્લો મુકવામાં આવ્યો (Gujarat CM opens Ahmedabad Flower Show 2023) હતો. જેમાં લગભગ કોરોનાના અંતરાલ બાદ બે વર્ષ પછી ફ્લાવર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી ચાલુ છે તો ફ્લાવર શો બહાર જાન્યુઆરી સુધી ચાલશે જો કે કોરોનાની ચિંતા જ છે આજથી જે ફ્લાવર શો ચાલુ થયો છે તેમાં ફરજિયાત પણે માસ્ક વગર કોઈને પણ એન્ટ્રી આપવામાં નહીં આવે તેવી પણ તકેદારી રાખવામાં આવી છે.

અમદાવાદ ફ્લાવર શો 2023: ઉદ્ઘાટન બાદ મુખ્યપ્રધાને તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલોમાંથી તૈયાર કરવામાં આવેલા જીરાફ, હાથી, G20, U20, આઝાદી કા અમૃત મહોત્સવ, મિલેટ યર,હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓ, યોગા, ફૂટબોલ,બાર્બી ડોલ જેવા અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને લોકોનું આકર્ષણ બની રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે, કોરોનાના બે વર્ષ બાદ આજે અમદાવાદમાં પ્રવચનનું આયોજન થયું છે જેમાં તમામ લોકોએ ખૂબ જ સારી રીતે આ ફ્લાવર શોના વ્યવસ્થિત અને સુંદર રહે તે થાય તે માટે મહેનત કરી છે. ફ્લાવર શો એ હંમેશા થી મુલાકાતિઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જોકે કોરોનાને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોમાં આવતા દરેક મુલાકાતિઓ માટે ફરજિયાત પણે માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ પણ કરવાનો રહેશે.

ફ્લાવર શોના વિવિધ આકર્ષણો: આ ઉપરાંત, અમદાવાદ ફ્લાવર શો 2023 માં(Ahmedabad Flower Show 2023) વિવિધ પ્રકારના દેશી અને વિલાયતી ફૂલો જેવા કે સેવંતી, ગલગોટા, વર્બેના, પિટુનીયા, ડાયનેલા, એકેલીફા, ડાયએન્થસ, કોલીયસ, પોઈન્સેટીયા, કેલે લીલી, ગજેનીયા, પેન્ટાસ , એન્ટીરહિનયમ, સિલ્વર ડસ્ટ, ડહાલિયા, સિલોસીયા, સાલ્વિયા રેડ અને તેમાંથી બનેલા વિવિધ સ્કલ્પચર સહિત વિવિધ ફાર્મ અને નર્સરી, બાગાયતી ફૂલછોડ, ગાર્ડનિંગ અને કિચન ગાર્ડન ફ્લાવર અને છોડ સહિત ગાર્ડનીંગ ઉપકરણોના પ્રદર્શનો અને વિવિધ સ્ટોલ મુલાકાતીઓ માટે અનેરું આકર્ષણ રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે આ ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા: અમદાવાદના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમૂલભાઈ ભટ્ટ, કંચનબેન રાદડીયા, ડૉ. પાયલ કુકરાણી, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ, કૌશિક જૈન, અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, કોર્પોરેટરો, AMCના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.