નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, તેઓ શાંતિ પૂર્ણ રીતે ABVP કાર્યાલયથી દૂર રમેશ કોર્પોરેશન પાસે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે પૂર્વ આયોજિત ABVPના કાર્યકરો તથા ભાજપના આગેવાનોએ અચાનક આવીને લાકડીઓ વરસાવી હતી. લોકોએ નામ પૂછી પૂછીને માર્યા હતા. માર મારવામાં યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ તથા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા પણ સામેલ હતા છતાં પોલીસે કોઈ પગલાં લીધા નથી.
નિખિલ આક્ષેપ પણ કર્યો હતો કે, પોલીસના DCP, ACP તથા PI દ્વારા સતત ફરિયાદ ના કરવા અંગે દબાણ કરવામાં આવે છે અને જો ફરિયાદ થાય તો ઋત્વિજ પટેલ તથા પ્રદીપસિંહ વાઘેલાનું નામ પાછુ ખેંચવામાં આવે તેવી પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે. જો ફરિયાદ લેવામાં નહીં આવે તો હાઇકોર્ટનો રસ્તો પસંદ કરવાનું નિખિલ કહ્યું હતું.